ભારતીય શેર બજારમાં તેજી, સેન્સેક્સ ઓલટાઈમ હાઈ, ડૉલર સામે રૂપિયો પણ મજબૂત
Live TV
-
ભારતીય શેરબજારમાં ફુલગુલાબી તેજી જોવી મળી રહી છે. માર્કેટની શરૂઆત થતા જ સેન્સેક્સ નવી ઉંચાઈ પર પહોંચ્યો હતો. 260 અંકની મજબૂતી સાથે 63 હજાર 500ની સપાટી વટાવી સેન્સેક્સ ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યો હતો.તો, નિફ્ટી પણ 19 હજારની નજીક પહોંચ્યો છે. આ તરફ, અમેરિકી શેર બજારમાં વેચવાણી હાવી થઈ. ડોવ જોન્સ 0.72 ટકાના ઘટાડા સાથે બંધ થયો હતો. તો, ડૉલરની સરખામણીએ રૂપિયો પણ મજબૂતી સાથે ખુલ્યો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં ડૉલર સામે રૂપિયો 1 પૈસાની મજબૂતી સાથે 82.11 ખુલ્યો હતો. હાલ ડૉલરની સામે રૂપિયો 82.08ના સ્તરે કારોબાર કરી રહ્યો છે.
