મજબૂત વૈશ્વિક સંકેતોને કારણે સોમવારે શેરબજારમાં જોરદાર તેજી જોવા મળી
Live TV
-
મજબૂત વૈશ્વિક સંકેતોને કારણે સોમવારે શેરબજારમાં જોરદાર તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ 60200 અને નિફ્ટી 17700 ની ઉપર ટ્રેડ કરી રહ્યો છે. માર્કેટ ગ્રોથમાં આઈટી સેક્ટર મોખરે છે. HCL TECH અને INFOSYSના શેર નિફ્ટીમાં ટોપ ગેઇનર્સમાં સામેલ છે. આ પહેલા શુક્રવારે પણ બજારમાં જોરદાર ખરીદી જોવા મળી હતી. તેના કારણે સેન્સેક્સ 900 પોઈન્ટ વધીને 59,808.97 પર અને નિફ્ટી 272 પોઈન્ટ વધીને 17,594.35 પર બંધ થયા છે. આજે સોનાના ભાવમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. સોનું 230 રૂપિયા વધીને 55950 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ કરી રહ્યું છે.અમેરિકી ડૉલરના મુકાબલે ભારતીય રૂપિયો 20 પૈસા મજબૂત થઈને ખુલ્યો છે. એટલે કે રૂપિયો 81.97ની સામે 81.77 પ્રતિ ડોલર પર ખુલ્યો છે.
