Skip to main content
Settings Settings for Dark

મિડલ ઈસ્ટના તણાવની ભારતીય શેરબજારને માઠી અસર, એક જ સપ્તાહમાં રોકાણકારોના કરોડો સ્વાહા

Live TV

X
  • મિડલ ઈસ્ટમાં વધી રહેલા યુદ્ધના તણાવને કારણે ભારતીય શેરબજારમાં આ અઠવાડિયે મોટું ગાબડું પડ્યું છે. સતત વેચવાલીના માહોલ વચ્ચે પ્રમુખ બેન્ચમાર્ક ઇન્ડેક્સમાં અંદાજે 6 ટકા જેટલો ઘટાડો નોંધાયો હતો, જેના કારણે એક જ સપ્તાહમાં રોકાણકારોના કરોડો સ્વાહા થયા છે. 

    આ સપ્તાહ દરમિયાન નિફ્ટીમાં 5.31 ટકાનો ઘટાડો થયો હતો અને છેલ્લા ટ્રેડિંગ દિવસે તે 2.06 ટકા તૂટીને 23,151ની સપાટીએ બંધ રહ્યો હતો. બીજી તરફ, સેન્સેક્સ 1,470.50 પોઈન્ટ્સ એટલે કે 1.93 ટકાના કડાકા સાથે 74,564 પર સ્થિર થયો હતો. નિષ્ણાતોના મતે, ક્રૂડ ઓઈલના ભાવમાં ઉછાળો અને ઊર્જા આયાત કરતા દેશોની આર્થિક ચિંતાઓને કારણે બજારમાં આ કડાકો જોવા મળ્યો છે.

    બજારમાં આવેલી આ સુનામીમાં માત્ર શુક્રવારના એક જ દિવસમાં રોકાણકારોના અંદાજે રૂ. 10 લાખ કરોડ ડૂબી ગયા હતા. ખાસ કરીને નિફ્ટી ઓટો ઇન્ડેક્સમાં 10 થી 11 ટકાનો જંગી ઘટાડો નોંધાયો છે, જે માર્ચ 2020 પછીનું તેનું સૌથી ખરાબ સાપ્તાહિક પ્રદર્શન છે. બેન્કિંગ, મેટલ અને ઓટો સેક્ટરના શેરોમાં સૌથી વધુ વેચવાલી જોવા મળી હતી.

    શેરબજારની સાથે ભારતીય રૂપિયો પણ દબાણ હેઠળ રહ્યો છે. અમેરિકી ડોલર સામે રૂપિયો સતત બીજા સપ્તાહે નબળો પડીને 92.45ની રેકોર્ડબ્રેક નીચી સપાટીએ બંધ રહ્યો હતો. એનાલિસ્ટોના મતે, ઈન્ડિયા VIX 22ની ઉપર પહોંચી ગયો છે, જે બજારમાં વધતી જતી ફાળ અને આગામી સમયમાં વધુ ઉતાર-ચઢાવનો સંકેત આપે છે. જો ક્રૂડના ભાવ હજુ વધશે તો મોંઘવારી વધવાનું જોખમ પણ ઉભું થશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-03-2026 Max Temp : °C Min Temp : °C
apply