શેર બજારમાં ભારે કડાકો
Live TV
-
શુક્રવારે ભારતીય શેરબજારોમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો કારણ કે મધ્ય પૂર્વમાં વધતા તણાવથી રોકાણકારોના સેન્ટિમેન્ટ પર નકારાત્મક અસર પડી અને તમામ ક્ષેત્રોમાં વ્યાપક વેચાણ શરૂ થયું.
અખાતી દેશોમાં યુદ્ધની સ્થિતિને પગલે ભારતીય શેરબજાર ફરીથી મંદીથી તરફ ધકેલાઈ રહ્યું છે. આજે BSE નો સેન્સેક્સ 1 હજાર 400 પોઈન્ટ તૂટી 74 હજાર 700 નજીક તો નિફ્ટી 450 પોઈન્ટ તૂટી 23 હજાર 100 નજીક બંધ થયા હતા.
આજે ઓટો સેકટરમાં સૌથી 3 ટકાથી વધુનો તો બેંકીંગ સેકટરમાં 2 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. વાત કરીએ કોમોટીડીની તો, આજે સોના ચાંદીના ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો.
MCX પર 10 ગ્રામ સોનાનો ભાવ 665 રુપિયા ઘટી 1 લાખ 59 ને પાર જયારે 1 કિલોગ્રામ ચાંદીનો ભાવ 3 હજાર રુપિયા ઘટી 2 લાખ 64 ને પાર પહોંચ્યો છે. બીજી તરફ, ડોલર સામે રુપિયો 24 પૈસા નબળો પડી 94.50 ની સપાટીએ પહોંચ્યો છે.
