Skip to main content
Settings Settings for Dark

મોદી સરકારના નવ વર્ષમાં ભારતે કોલસાના ઉત્પાદનમાં 47 ટકા વૃદ્ધિ હાંસલ કરી 

Live TV

X
  • નરેન્દ્ર મોદીની સરકારના ચાલુ મહિને નવ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આ સમયગાળા દરમિયાન સરકાર સક્રિય રીતે આર્થિક વૃદ્ધિ હાંસલ કરવા વિવિધ પગલા લીધા છે. દેશમાં કોલસાના ઉત્પાદન તરફ ધ્યાન કેન્દ્રીત કરીએ તો સરકારે આ ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરી છે. ઉલ્લેખનીય છે કે, કોલસા આજે પણ દેશમાં ઊર્જા માટે મહત્વનો સ્ત્રોત છે. સરકારે વિવિધ ક્ષેત્રે માગ પૂરી કરવા અને થર્મલ પાવર પ્લાન્ટસને પર્યાપ્ત પ્રમાણમાં કોલસાનો જથ્થો મળી રહે તે સુનિશ્ચિત કરવા  સ્થાનિક કોલસાના ઉત્પાદનમાં વધારો કરવાનો નિર્ણય લીધો હતો
    નાણાંકીય વર્ષ 2022-23માં ભારતમાં એરંદરે કોલસાનું ઉત્પાદન ઉછળીને 893.08 મિલિયન ટન (એમટી) થયું છે જે છેલ્લા નવમાં 47 ટકા કરતા વધુની વૃદ્ધિ દર્શાવે છે. કોલસાના ઉત્પાદનમાં થયેલી વૃદ્ધિ દેશની ઊર્જા સુરક્ષામાં મહત્વનું ભાગ ભજવ્યું છે. 
    નાણાંકીય વર્ષ 2023-24માં વાર્ષિક ધોરણે કોલસાનું ઉત્પાદન 1,012 મિલિયન ટન થયું છે. અને છેલ્લા નવ વર્ષમાં સરકારે સ્થાનિક ઉત્પાદન વધારવા અને કોલસાની આયાત પરની નિર્ભરતા ઘટાડવા માટે વિવિધ કામગીરી કરી છે. સરકારે કોલ માઈન નેશનલાઈઝેશન એક્ટમાં ફેરફાર કર્યો છે અને તે પછી ફેબ્રુઆરી 2018માં ખાનગી કંપનીઓને ભારતમાં વાણિજય કોલસાના ખાણકામ ઉદ્યોગમાં પ્રવેશવાની મંજૂરી આપી હતી. આ ઉપરાંત સરકારે ખાનગી કંપનીઓને ખાણોની ફાળવણી પણ કરી હતી. કોલ ગેસિફિકેશન પ્રોજેક્ટ્સ દ્વારા કોલસાનો ઉપયોગ, પીએમ ગતિશક્તિ રાષ્ટ્રીય યોજના હેઠળ માળખાગત પ્રોજેક્ટ્સને વેગ આપવો, કોલ ઇવેક્યુએશન રેલ પ્રોજેક્ટ્સ અને સ્થાનિકોને રોજગારીની તકો પૂરી પાડવી એ આ દિશામાં કેટલીક અન્ય મુખ્ય પહેલ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply