Skip to main content
Settings Settings for Dark

વૈશ્વિક સંકેતો વચ્ચે શેરબજારમાં તેજી, સેન્સેક્સ 61500 ને પાર

Live TV

X
  • ભારતીય શેરબજારમાં કાલના ઘટાડા બાદ આજે વધારાની ચાલ જોવા મળી રહી છે. સેન્સેક્સ 200 આંકના વધારા સાથે 61 હજાર 776 પર કારોબાર કરી રહ્યો છે. નિફ્ટી 56 આંકના વધારા સાથે 18 હજાર 238 પર કારોબાર કરી રહ્યો છે.. આજે ફાઈનાન્સ સર્વિસ અને મેટલ સેક્ટર તરફથી બજારને ટેકો મળી રહ્યો છે. જ્યારે રિયલ્ટી અને ફાર્મા સેક્ટરમાં ભારે વેચવાલી જોવા મળી રહી છે. SBI, HCL ટેક્નોલોજી, ઈન્ફોસિસ, અલ્ટ્રાટેક સિમેન્ટ, ટેક મહિન્દ્રા નિફ્ટીમાં ટોપ ગેઈનર્સ હતા, જ્યારે ડિવિસ લેબ્સ, આઈશર મોટર્સ, ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ, મારુતિ સુઝુકી અને ટાઇટન કંપની ટોપ લુઝર્સ હતા. 

    કોમોડિટીની વાત કરીએ તો આજે બ્રેંટ ક્રૂડ ઓઈલ 77 ડોલર પ્રતિ બેરલ આસપાસ કારોબાર કરી રહ્યું છે. આજે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. MCX પર સોનાનો ભાવ રૂ. 60 હજાર પ્રતિ તોલા બોલાઈ રહ્યો છે. અને ચાંદીનો ભાવ રૂ. 72 હજાર 400 પ્રતિ કિલોગ્રામ બોલાઈ રહ્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply