મોદી 3.0 ઈફેક્ટ: ઉઘડતા સપ્તાહે સેન્સેક્સે ઐતિહાસિક 77,000ની સપાટી વટાવી
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સતત ત્રીજી વખત પ્રધાનમંત્રી પદના શપથ ગ્રહણ કરતા હવે દેશમાં એનડીએની સરકાર સ્થપાઈ જેના પગલે આજે ઉઘડતા સપ્તાહે શેરબજારમાં ભારે ઉછાળો જોવા મળ્યો હતો અને સ્ટોક માર્કેટે આજે ઈતિહાસ રચી દીધો. સપ્તાહના પહેલા જ દિવસે સેન્સેક્સ અને નિફટી ભારે ઉછાળા સાથે ખુલી ઐતિહાસિક સપાટીને પાર કરી ગયા હતા.
સપ્તાહનો પહેલો દિવસ શેરબજાર માટે શુભ રહ્યો છે. પ્રથમ દિવસે શેરબજાર ભારે ઉછાળા સાથે ખુલ્યુ હતુ. સોમવારે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 323.64 અંક ની તેજી સાથે ખુલીને પહેલી વખત ઐતિહાસિક 77,000 ના સ્તરને પાર કરી ગયો હતો. સેન્સેક્સ 77,017ના લેવલે ખુલ્યો હતો.
બીજી બાજુ નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સે પણ બજાર ખુલતાની સાથે જ 105 અંકની છલાંગ લગાવી હતી. નિફ્ટી 122 અંકોના વધારા સાથે તેના ઉચ્ચતમ સ્તર 23,412 પર પહોંચી ગયો હતો. શેરબજારમાં સતત ચોથા કામકાજી સત્રમાં જોવા મળી રહેલો વધારો કેટલાક સકારાત્મક કારણો પર નિર્ભર કરે છે.
