RBIએ રેપો રેટમાં બદલાવ ના કરતાં શેર બજારમાં ઉછાળો, સેન્સેક્સ 624.2 પોઈન્ટ વધ્યો
Live TV
-
ભારતીય શેરબજાર ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યું છે. સેન્સેક્સ 624.2 પોઈન્ટના ઉછાળા સાથે 75,698ની ઉચ્ચ સપાટીએ પહોંચ્યો હતો.
ભારતીય શેરબજાર ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યું છે. સેન્સેક્સ 624.2 પોઈન્ટના ઉછાળા સાથે 75,698ની ઉચ્ચ સપાટીએ પહોંચ્યો હતો. નિફ્ટી 23 હજાર સાથે મહત્વની સપાટી ક્રોસ કરી છે. RBIએ રેપો રેટ જાળવી રાખવાનો નિર્ણય લેતાં તેમજ 2024-25નો જીડીપી ગ્રોથ અંદાજ વધીને 7.2 ટકા રહેવાનો આશાવાદ વ્યક્ત કરાતાં શેરબજારમાં તેજી જોવા મળી છે. BSE માર્કેટ કેપ રૂ. 418.63 લાખ કરોડ થઈ હતી. આજે આઈટી શેરોમાં તેજીના પગલે બીએસઈ આઈટી ઈન્ડેક્સ 3% ઉછળ્યો છે. સળંગ ત્રણ સેશનથી આઈટી શેરો તેજીમાં છે. 5 જૂને ઇન્ડેક્સ 2.39 ટકા અને 6 જૂને 2.83 ટકાના ઉછાળે બંધ રહ્યો હતો.
