Skip to main content
Settings Settings for Dark

રિટેલ ફુગાવો મે મહિનામાં 1 વર્ષની નીચી સપાટી 4.75% પર પહોંચ્યો

Live TV

X
  •  ફેબ્રુઆરી 2024થી એકંદર ફુગાવામાં સતત થઈ રહ્યો છે ઘટાડો

    કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ (CPI) પર આધારિત દેશનો છૂટક ફુગાવો મે મહિનામાં વાર્ષિક 4.75%ના નીચલા સ્તરે આવી ગયો છે. નેશનલ સ્ટેટિસ્ટિકલ ઑફિસ (NSO)એ જાહેર કરાયેલા ડેટા અનુસાર, ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં થોડો ઘટાડો થવાને કારણે ગ્રાહક ભાવ સૂચકાંક પર આધારિત છૂટક ફુગાવો ઘટીને 4.75%ના નીચલા સ્તરે પહોંચી ગયો છે.

    એપ્રિલ 2024માં છૂટક ફુગાવો 4.83% હતો. આ સાથે  ફેબ્રુઆરી 2024થી એકંદર ફુગાવામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ફેબ્રુઆરીમાં તે 5.1% હતો અને એપ્રિલ 2024માં તે ઘટીને 4.83% થયો હતો. ફુગાવો મે મહિનામાં ઘટીને 4.75% થયો છે.

    નોંધનીય છે કે આ મહિનાની શરૂઆતમાં, ભારતીય રિઝર્વ બેંકે ચાલુ નાણાકીય વર્ષ 2024-25 માટે CPI આધારિત છૂટક ફુગાવો 4.5% રહેવાનો અંદાજ મૂક્યો હતો. પ્રથમ ક્વાર્ટરમાં 4.9%, બીજા ક્વાર્ટરમાં 3.8%, ત્રીજા ક્વાર્ટરમાં 4.6% અને ચોથા ક્વાર્ટરમાં 4.5% રહેવાનો અંદાજ છે. રિટેલ ફુગાવાનો દર 2%ના તફાવત સાથે 4% પર રહે તેની ખાતરી કરવાની જવાબદારી સરકારે રિઝર્વ બેંકને સોંપી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
apply