વચગાળાના બજેટ બાદ શેરબજારમાં તેજીનો માહોલ
Live TV
-
વચગાળાના જાહેર થયેલા બજેટ બાદ આજે શેરમાર્કટે પોઝિટીવ રિએકશન આપ્યું હતું. ખુલતાની સાથે જ માર્કેટમાં સાતસો પોઇન્ટનો ઉછાળો થયો હતો. હેવીવેઇટ ગાણાતા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અન ટાઇટન અને બેંકિગ સેક્ટરના શેરોમાં ભારે લેવાલીના પગલે માર્કેટમાં તેજીનો દોર જોવા મળ્યો હતો.
જોકે પેટીએમ સામે થયેલી કાર્યવાહીના પગલે તેના શેર માટાપાયે ગગડ્યાં હતાં. વૈશ્વિક બજારોની તેજીની પણ સકારાત્મક અસર ભારતીય શેરમાર્કેટમાં વર્તાઇ હતી.. જેના પગલે સેન્સેક્સ72 હજાર ચારસોની અને નિફ્ટી 21 હજાર નવસોની સપાટી કુદાવીને કારોબાર કરી રહ્યો છે.
