વૈશ્વિક તણાવ છતાં ભારતીય શેરબજારમાં તેજીનો ચમકારો
Live TV
-
વૈશ્વિક તણાવ છતાં ભારતીય શેરબજારમાં તેજીનો ચમકારો: સેન્સેક્સ 77000 અને નિફ્ટી 24000ને પાર
અમેરિકા અને ઈરાન વચ્ચે સરહદી તણાવ અને સૈન્ય હુમલાને કારણે વૈશ્વિક સ્તરે અનિશ્ચિતતાનો માહોલ છે, તેમ છતાં ભારતીય શેરબજારે આજે મજબૂત ઈચ્છાશક્તિ દર્શાવી છે. સપ્તાહના ચોથા ટ્રેડિંગ દિવસે ઘરેલું શેરબજાર શાનદાર લીલા નિશાનમાં ખુલ્યા હતા. બજાર ખૂલતાની સાથે જ રોકાણકારોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો, જેના કારણે મુખ્ય ઇન્ડેક્સ નવી ઐતિહાસિક સપાટી તરફ આગળ વધી રહ્યા છે.
સેન્સેક્સ અને નિફ્ટીની વર્તમાન સ્થિતિ
ખૂબ જ મજબૂત વૈશ્વિક સંકેતો અને એશિયન માર્કેટમાં જોવા મળેલી તેજીના સપોર્ટથી ભારતીય બજારે સ્પીડ પકડી છે. ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સ 500 પોઈન્ટથી વધુ ઉછળીને હાલમાં 77000 ની મનોવૈજ્ઞાનિક સપાટીની ઉપર કારોબાર કરી રહ્યો છે. નિફ્ટી પણ મજબૂત આગેકૂચ સાથે 24000 ની મહત્વની સપાટી વટાવીને ટ્રેડ થઈ રહ્યો છે.
સેક્ટર વાઇઝ હલચલ અને અન્ય બજારોની સ્થિતિ
આજના કારોબારમાં બજારને ઓલરાઉન્ડ સપોર્ટ મળી રહ્યો છે. ખાસ કરીને આઈટી અને મેટલ સિવાયના અન્ય તમામ પ્રમુખ સેક્ટર્સમાં જોરદાર લેવાલી જોવા મળી રહી છે, જેણે બજારના સેન્ટિમેન્ટને પોઝિટિવ રાખ્યું છે.
રૂપિયો મજબૂત, પરંતુ સોનામાં ઉતાર-ચઢાવ
વૈશ્વિક તણાવ વચ્ચે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ હાલમાં 72 ડૉલર પ્રતિ બેરલ ની આસપાસ સ્થિર રહેતા ભારતીય બજારે રાહતનો શ્વાસ લીધો છે. યુએસ ડૉલરની સરખામણીમાં ભારતીય રૂપિયો પણ આજે સાધારણ મજબૂતાઈ સાથે ખૂલ્યો હતો.
બીજી તરફ, સુરક્ષિત રોકાણ ગણાતા સોના અને ચાંદીના બજારમાં હજુ પણ વધ-ઘટનો દોર યથાવત છે.
