શેરબજારમાં પ્રારંભિક ઝટકો: સેન્સેક્સ 500 પોઈન્ટ તૂટી 78000ની નીચે
Live TV
-
શેરબજારમાં પ્રારંભિક ઝટકો: સેન્સેક્સ 500 પોઈન્ટ તૂટી 78000ની નીચે
ભારતીય શેરબજારમાં આજે સતત બીજા દિવસે પણ નરમાઈ જોવા મળી છે અને બજાર રેડ ઝોન (લાલ નિશાન) માં ખૂલ્યું છે. વૈશ્વિક બજારોના મિશ્ર સંકેતો વચ્ચે પ્રોફિટ બુકિંગના કારણે સ્થાનિક શેરબજારના બંને મુખ્ય ઇન્ડેક્સ શરૂઆતી કારોબારમાં ગગડ્યા છે.
આ કંપનીઓના શેરોમાં જોવા મળ્યો ઉછાળો
બજારમાં ઘટાડા છતાં મિડકેપ અને સ્મોલકેપ સેગમેન્ટની કેટલીક ખાસ કંપનીઓના શેરોમાં ખરીદારી જોવા મળી છે. રોકાણકારોના આકર્ષણને કારણે કલ્યાણ જેવેલર્સ, ચેન્નઈ પેટ્રો, અનંત રાજ,ઇન્ફો એજ,ઇન્ફો એજ,પારાદીપ ફોસ્ફેટ્સ, એથર એનર્જી કંપનીઓના શેર ગ્રીન ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા છે.બજારમાં રિકવરી માટેના પોઝિટિવ સંકેતો
ભલે બજાર અત્યારે ઘટાડા સાથે કારોબાર કરી રહ્યું હોય, પરંતુ એક્સપર્ટ્સના મતે આગામી સમયમાં બજાર ફરી રોનક પકડશે. તેની પાછળના મુખ્ય પરિબળો આ મુજબ છે:
કોમોડિટી માર્કેટ: સોના-ચાંદીમાં ચમક
તરફ કોમોડિટી બજારની વાત કરીએ તો સલામત રોકાણ તરીકે સોના અને ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે, જેના કારણે બુલિયન માર્કેટમાં ચમક પાછી ફરી છે. જ્યારે ભારત માટે સૌથી રાહતના સમાચાર એ છે કે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડ ઓઇલના ભાવ ઘટીને ફરી એકવાર 72 ડોલર પ્રતિ બેરલની સપાટીએ આવી ગયા છે, જેનાથી ફુગાવાના દરમાં ઘટાડો થવાની આશા સેવાઈ રહી છે.
