વૈશ્વિક બજારના મિશ્ર સંકેતો વચ્ચે ભારતીય શેરબજારની શરૂઆત તેજી સાથે થઈ
Live TV
-
આજે વૈશ્વિક બજારના મિશ્ર સંકેતો વચ્ચે ભારતીય શેરબજારની શરૂઆત તેજી સાથે થઈ છે. શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ 200 પોઈન્ટ વધીને 61,365.7 પર છે. બીજી તરફ નિફ્ટીએ 18100ની સપાટી વટાવી દીધી છે. અત્યાર સુધીના ટ્રેડિંગમાં અદાણી ગ્રીનના શેરમાં પાંચ ટકા જ્યારે IDFC ફર્સ્ટ બેન્કના શેરમાં ત્રણ ટકાનો વધારો થયો છે. મંગળવારે બજારમાં ચોતરફ ખરીદી જોવા મળી રહી છે. મેટલ અને PSU બેન્કિંગ સેક્ટરના શેરોમાં મજબૂતી જોવા મળી રહી છે. આ સિવાય વિપ્રો, ઇન્ફોસિસ, એનટીપીસી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને ટાટા સ્ટીલ, એચડીએફસી અને ઇન્ડસઇન્ડ બેન્કના શેરમાં મજબૂતી જોવા મળી રહી છે.
