આજે ભારતીય શેર બજારની નબળી શરૂવાત થઈ
Live TV
-
નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે આજે ભારતીય શેર બજારમાં નબળી શરૂઆત થઈ હતી. BSE સેન્સેક્સ 314 પોઈન્ટના ઘટાડા સાથે 61 હજાર ખૂલ્યો હતો, જ્યારે NSE નિફ્ટી 91 પોઈન્ટના ઘટાડા સાથે 18 હજાર ઉપર ખૂલ્યો હતો. બ્રિટાનિયા, JSW સ્ટીલ, ONGC અને બજાજ ફાઇનાન્સ શેરો રેડ ઝોનમાં રહ્યા હતા.
જ્યારે NTPC, BPCL, હીરો મોટોકોર્પ, અદાણી એન્ટરપ્રાઇઝ, અદાણી પાવર અને પાવરગ્રીડના શેરોમાં ઉછાળો જોવા મળ્યો હતો. જ્યાં ગો ફર્સ્ટ દ્વારા નાદારી નોંધાવવાને પગલે ઉડ્ડયન ક્ષેત્રની અગ્રણી કંપનીઓ ઈન્ડિગો અને સ્પાઈસજેટના શેરમાં વધારો નોંધાયો હતો. યુએસ રિજનલ બેંક ઇન્ડેક્સમાં સુધારાને કારણે યુએસ બજારોમાં નબળાઈનો નવો દોર શરૂ થયો છે, જ્યારે એશિયન ઈક્વિટી ધીમી રહી હતી. યુએસ ફેડના નિર્ણય પહેલા અમેરિકી બજારોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. યુએસ ફેડની પોલિસી આજે રાત્રે જાહેર કરવામાં આવશે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે અમેરિકન સેન્ટ્રલ બેંક વ્યાજ દરમાં 0.25 ટકાનો વધારો કરી શકે છે.
