Skip to main content
Settings Settings for Dark

ભારતીય શેરબજાર આજે ઘટાડા સાથે બંધ રહ્યું

Live TV

X
  • ભારતીય શેરબજારમાં આજે ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ આજે 161.41 પોઇન્ટના ઘટાડા સાથે 61193.30 પોઇન્ટ અને નિફ્ટી 57.8 પોઇન્ટના ઘટાડા સાથે 18089.85 પોઇન્ટ પર બંધ રહ્યા હતા. આજે સેન્સેક્સમાં 200 પોઇન્ટનો ઘટાડો થયો. રોકાણકારોની સંપત્તિ 271.82 લાખ કરોડ છે. ટેક મહિન્દ્રા અને ભારતી એરટેલ ટોપ લૂઝર્સ રહ્યા. IT અને એનર્જી સ્ટોક્સમાં નફાવસૂલીના કારણે બજારમાં ઘટાડો જોવા મળ્યો ગો ફર્સ્ટ એરવેઝના કારણે બેંકિંગ સ્ટોક્સ પર પણ દબાણ જોવા મળ્યું હતું. 

    આજના કારોબારમાં બેન્કિંગ, આઈટી, ઓટો, મેટલ્સ, એનર્જી, ઈન્ફ્રા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ઓઈલ એન્ડ ગેસ અને હેલ્થકેરના શેરો નુકસાન સાથે બંધ થયા છે. જ્યારે એફએમસીજી, મીડિયા અને રિટેલ એસ્ટેટ સેક્ટરના શેરમાં તીવ્ર ઘટાડો નોંધાયો હતો. આજના કારોબારમાં જ્યાં નિફ્ટી મિડકેપ ઈન્ડેક્સ તેજી સાથે બંધ થયા છે, સ્મોલ કેપ ઈન્ડેક્સ લાલ નિશાનમાં બંધ થયો છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 11 વધ્યા અને 19 નુકસાન સાથે બંધ થયા. જ્યારે નિફ્ટીના 50 શેરોમાંથી 19 શેર વધીને અને 31 ઘટીને બંધ રહ્યા હતા. બેન્કિંગ શેરોમાં વેચવાલી જોવા મળી હતી કારણ કે GoFirst Airways તેને નાદાર જાહેર કરવા માટે NCLTમાં અરજી દાખલ કરી હતી.

    આજના કારોબારમાં HUL શેર 1.53 ટકા, એશિયન પેઇન્ટ્સ 1.02 ટકા, ટાટા મોટર્સ 0.88 ટકા, અલ્ટ્રાટાઇટ સિમેન્ટ 0.70 ટકા, ITC 0.66 ટકા, નેસ્લે 0.64 ટકા, કોટક મહિન્દ્રા બેન્ક 0.54 ટકા, Suzuutki 0.54 ટકા, HDFC બેન્ક 0.34 ટકા, ICICI બેન્ક 0.15 ટકા અને NTPC 0.11 ટકાના વધારા સાથે બંધ થયા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
apply