બજારની શરૂઆત મામૂલી ઉછાળા સાથે થઈ
Live TV
-
બજારની શરૂઆત મામૂલી ઉછાળા સાથે થઈ છે. સેન્સેક્સ 61,245.70ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે. બીજી તરફ નિફ્ટી 18111.00 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો છે.જોકે, ટ્રેડિંગ શરૂ થતાં જ બંને મુખ્ય સૂચકાંકોમાં મંદીની ચાલ જોવા મળી હતી. અદાણી એન્ટરપ્રાઈઝ, જેએસડબલ્યુ સ્ટીલ, એસબીઆઈ લાઈફ, એચડીએફસી લાઈફ અને ટાટા સ્ટીલના શેર વધારા સાથે જ્યારે એચસીએલ ટેક, ટેક મહિન્દ્રા, ઓએનજીસી, પાવર ગ્રીડ અને આઈસીઆઈસીઆઈ બેંક ઘટાડામાં હતા. આ સમયગાળા દરમિયાન, રૂપિયો ડોલર સામે 13 પૈસા મજબૂત થઈને 81.67 ના સ્તરે પહોંચ્યો છે.
