શુદ્ધ તેલની માંગ વધતા સૌરાષ્ટ્રમાં 'મિની ઓઇલ મિલ'નો યુગ પાછો ફર્યો
Live TV
-
શુદ્ધ તેલની માંગ વધતા સૌરાષ્ટ્રમાં 'મિની ઓઇલ મિલ'નો યુગ પાછો ફર્યો
ગુજરાતમાં મગફળીના સૌથી મોટા ઉત્પાદક ગણાતા સૌરાષ્ટ્ર (રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ સહિતના જિલ્લાઓ) માં ખેડૂતો અને ગ્રાહકો ફરી એકવાર 'ઘરનું તેલ' અપનાવી રહ્યા છે. એકાદ-બે દાયકા પહેલા ખાદ્ય તેલ બજારમાંથી ખરીદવાની પ્રથા પ્રચલિત બની હતી, પરંતુ હવે શુદ્ધતા પ્રત્યેની જાગૃતિ અને ભેળસેળમુક્ત તેલ મેળવવાની ઇચ્છાએ જૂના દિવસોને પાછા લાવ્યા છે.
ખેડૂતો વેચાણના બદલે પિલાણ તરફ વળ્યા
સૌરાષ્ટ્રના ખેડૂતો હવે પોતાની મગફળી વેચી દેવાના બદલે તેનું પિલાણ કરાવીને શુદ્ધ ખાદ્ય તેલ મેળવી રહ્યા છે અને આખા વર્ષ માટે સંગ્રહ કરી રહ્યા છે. શુદ્ધતાની ખાતરી મળતી હોવાથી માત્ર ખેડૂતો જ નહીં પણ શહેરી ગ્રાહકો પણ આ પદ્ધતિ અપનાવી રહ્યા છે.
મિની મિલો પર લાગી લાંબી લાઈનો
આ બદલાવના કારણે, ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાંથી લગભગ ગાયબ થઈ ગયેલી તેલ કાઢવાની મીની મિલોનો જમાનો ફરી આવ્યો છે. આ મિલો પર એટલો ધસારો છે કે ખેડૂતો અને ગ્રાહકોને પોતાની મગફળી પીલાવવા માટે પાંચ-પાંચ દિવસ સુધી રાહ જોવી પડે છે. આ દ્રશ્યો દર્શાવે છે કે લોકોમાં શુદ્ધ અને ગુણવત્તાયુક્ત તેલ પ્રત્યેનો આગ્રહ કેટલો વધ્યો છે.
આ પરંપરાનું પુનરાગમન માત્ર ખેડૂતોને તેમના પાકનું મૂલ્ય વધારવામાં મદદ કરે છે, પરંતુ ગ્રાહકોને પણ ભેળસેળમુક્ત અને આરોગ્યપ્રદ તેલની ખાતરી આપે છે.
