શેરબજારમાં સતત ત્રીજા દિવસે કડાકો
Live TV
-
શેરબજારમાં સતત ત્રીજા દિવસે કડાકો: સેન્સેક્સ 81,500ની નીચે, સોના-ચાંદીના ભાવમાં ઐતિહાસિક ઉછાળો
ભારતીય શેરબજારમાં છેલ્લા બે દિવસથી ચાલી રહેલી વેચવાલીનો દોર આજે પણ યથાવત રહ્યો છે. વૈશ્વિક દબાણ અને સ્થાનિક નબળાઈને પગલે આજે શરૂઆતી કારોબારમાં જ રોકાણકારોમાં ફફડાટ જોવા મળ્યો હતો. આજે ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સ 600થી વધુ પોઈન્ટ તૂટીને 81,500ના સ્તરની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે. તેવી જ રીતે, નિફ્ટી પણ 200 પોઈન્ટ જેટલો ગબડીને 25,050ની સપાટીએ પહોંચ્યો છે.
બજારમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. બેન્કિંગ અને ઓટો સેક્ટરના શેરોમાં થોડી લેવાલી નીકળતા ટેકો મળ્યો છે, પરંતુ IT, મીડિયા અને રિયલ્ટી સેક્ટરમાં ભારે વેચવાલીને કારણે બજાર પર દબાણ વધ્યું છે. સેન્સેક્સના ટોચના 30 શેરોમાંથી 14 શેરો ગ્રીન ઝોનમાં (તેજીમાં) છે, જ્યારે 16 શેરોમાં ગાબડા જોવા મળ્યા છે.
એક તરફ શેરબજારમાં કડાકો છે, તો બીજી તરફ સુરક્ષિત રોકાણ ગણાતી કિંમતી ધાતુઓના ભાવમાં તોતિંગ વધારો થયો છે. MCX પર સોના અને ચાંદીના ભાવે તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. પ્રતિ 10 ગ્રામે ₹7,000નો સીધો ઉછાળો આવતા ભાવ ₹1,57,000ને પાર પહોંચ્યો છે. કિલોદીઠ ₹9,600ના તોતિંગ વધારા સાથે ભાવ ₹3,33,000ની સપાટી વટાવી ગયો છે.
