શેરબજાર: 250 પોઇન્ટના ઘટાડા સાથે સેન્સેક્સ 58 હજાર 200ની સપાટી પર રહ્યો છે ચાલી
Live TV
-
સતત બીજા દિવસે શેરબજાર કડાકા સાથે ખુલ્યું હતું.સરેરાશ 250 પોઇન્ટના ઘટાડા સાથે હાલ સેન્સેક્સ 58 હજાર 200ની આસપાસ કારોબાર કરી રહ્યો છે તો નિફ્ટી 50 પોઇન્ટના કડાકા સાથે 17 હજાર 400 પર વેપાર કરી રહ્યો છે.સેન્સેક્સના ટોપ-30 સ્ટોક્સમાંથી આજે 25 શેર લાલ નિશાન પર ટ્રેડ કરી રહ્યાં છે.જ્યારે 5 શેયર્સ લીલા નિશાન પર કારોબાર કરી રહ્યાં છે.આજે કારોબારમાં ટાટા સ્ટીલ,પાવર ગ્રિડ,એશિયન પેઇન્ટ્સ, મારૂતિ અને આઇટીસીના શેરમાં ખરીદારી જોવા મળી.જ્યારે ઇન્ફોસિસ,રિલાયન્સ,ઓએનજીસી,ઇન્ડસઇન્ડ બેંકના શેરમાં વેચવાલી જોવા મળી.
