શેરબજાર: કારોબારી સપ્તાહના અંતિમ દિવસે શેરબજારમાં 1200 પોઇન્ટનો મોટો કડાકો
Live TV
-
કારોબારી સપ્તાહના અંતિમ દિવસે શેરબજારમાં 1200 પોઇન્ટનો મોટો કડાકો થયો છે. જેના કારણે શેર હોલ્ડરોના કરોડો રૂપિયા ધોવાયા છે. આજે અનેક સેક્ટરના શેરમાં ભારે વેચવાલી જોવા મળી. ફાર્મ, બેકિંગ, ઓટો-મોબાઈલ્સ, IT સહિતના તમામ શેરોમાં ભારે ધોવાણ જોવા મળ્યું હતું. સેન્સેક્સની સાથે આજે નિફ્ટી પણ ગગડીને 17 હજારની નજીક પહોંચી ગયો છે.
આજે ટાટા મોટર્સ, ઓ.એન.જી.સી, બજાજ ફાઇનાન્સ, મારૂતિ સુઝુકી સહિતના શેર લાલ નિશાન પર છે. જ્યારે ફાર્મા સેક્ટરના સિપલા, ડૉક્ટર રેડ્ડી, ડિવાઇન લેબ જેવા શેર લીલા નિશાન પર કારોબાર કરી રહ્યાં છે.
