Skip to main content
Settings Settings for Dark

સતત ત્રીજા દિવસે સોનું સસ્તું, ચાંદીના ભાવમાં વધારો

Live TV

X
  • સ્થાનિક બુલિયન માર્કેટમાં આજે સતત ત્રીજા દિવસે સોનું સસ્તું થયું છે. દેશના મોટા ભાગના બુલિયન માર્કેટમાં આજે સોનું 400 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સસ્તું થયું છે. આ ઘટાડાને કારણે આજે દેશના મોટા ભાગના બુલિયન માર્કેટમાં 24 કેરેટ સોનાનો ભાવ રૂ.73 હજારની નીચે આવી ગયો છે. આજે 24 કેરેટ સોનાની કિંમત 72,810 રૂપિયાથી લઈને 72,970 રૂપિયા પ્રતિ 10 ગ્રામની વચ્ચે છે.

    એ જ રીતે 22 કેરેટ સોનું પણ રૂ. 67 હજારના સ્તરથી ઘટીને રૂ. 66,740 પર આવી ગયું છે અને તે રૂ. 66,890 પ્રતિ 10 ગ્રામના ભાવે વેચાઈ રહ્યું છે. બીજી તરફ આજે ચાંદીના ભાવમાં આશરે રૂ. 900નો વધારો થયો છે. જેના કારણે આજે દિલ્હી બુલિયન માર્કેટમાં ચાંદી 87,300 રૂપિયા પ્રતિ કિલોગ્રામના સ્તર પર કારોબાર કરી રહી છે.

    દેશની રાજધાની દિલ્હીમાં આજે 24 કેરેટ સોનું 72,960 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું છે, જ્યારે 22 કેરેટ સોનાની કિંમત 66,890 રૂપિયા પ્રતિ 10 ગ્રામ નોંધાઈ છે. એ જ રીતે મુંબઈમાં 24 કેરેટ સોનું 72,860 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 22 કેરેટ સોનું 66,740 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવે વેચાઈ રહ્યું છે. જ્યારે ચેન્નાઈમાં 24 કેરેટ સોનાની છૂટક કિંમત 72,970 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 22 કેરેટ સોનાની કિંમત 66,890 રૂપિયા પ્રતિ 10 ગ્રામ નોંધાઈ હતી.

    આ મોટા શહેરો સિવાય અમદાવાદમાં આજે 24 કેરેટ સોનું 72,860 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવે વેચાઈ રહ્યું છે અને 22 કેરેટ સોનું 66,790 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવે વેચાઈ રહ્યું છે. એ જ રીતે કોલકાતામાં 24 કેરેટ સોનું પ્રતિ 10 ગ્રામ રૂપિયા 72,810 અને 22 કેરેટ સોનું 66,740 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે પહોંચી ગયું છે.

    દેશના અન્ય રાજ્યોની જેમ કર્ણાટક, તેલંગાણા અને ઓડિશાના બુલિયન માર્કેટમાં પણ આજે સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે. આ ત્રણ રાજ્યોની રાજધાની બેંગલુરુ, હૈદરાબાદ અને ભુવનેશ્વરમાં આજે 24 કેરેટ સોનું 72,810 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું છે. જ્યારે આ ત્રણેય શહેરોના બુલિયન માર્કેટમાં 22 કેરેટ સોનું 66,740 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે વેચાઈ રહ્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply