ક્રૂડ ઓઈલ પ્રતિ બેરલ 84 ડોલરની નજીક, પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર
Live TV
-
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં સતત વધઘટ થઈ રહી છે. બ્રેન્ટ ક્રૂડ લગભગ 84 ડોલર પ્રતિ બેરલ અને ડબ્લ્યુટીઆઈ ક્રુડ 79 ડોલર પ્રતિ બેરલ આસપાસ છે. જોકે, જાહેર ક્ષેત્રની ઓઈલ અને ગેસ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી.
ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ અનુસાર, બુધવારે દિલ્હીમાં પેટ્રોલ 94.72 રૂપિયા અને ડીઝલ 87.62 રૂપિયા, મુંબઈમાં પેટ્રોલ 104.21 રૂપિયા અને ડીઝલ 92.15 રૂપિયા, કોલકતામાં પેટ્રોલ 103.94 રૂપિયા અને ડીઝલ 90.76 રૂપિયા, જ્યારે ચેન્નાઈમાં પેટ્રોલ 100.75 રૂપિયા અને ડીઝલ 92.34 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં, સપ્તાહના ત્રીજા દિવસે શરૂઆતના કારોબારમાં, બ્રાન્ડેડ ક્રૂડ 0.66 ડોલર એટલેકે 0.80 ટકાના વધારા સાથે બેરલ દીઠ 83.03 ડોલર પર ટ્રેડ કરી રહ્યું છે. તે જ સમયે, વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ (ડબ્લ્યુટીઆઈ) ક્રૂડ પણ 0.71 ડોલર એટલેકે 0.91 ટકા વધીને પ્રતિ બેરલ 78.73 ડોલર પર ટ્રેડ કરી રહ્યું છે.
