પેટ્રોલ-ડીઝલની કિંમતો સ્થિર, ક્રૂડ ઓઈલ લગભગ 84 ડોલર પ્રતિ બેરલ
Live TV
-
આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં વધઘટ ચાલુ છે. બ્રેન્ટ ક્રૂડની કિંમત બેરલ દીઠ 84 ડોલર આસપાસ છે અને ડબ્લ્યુટીઆઈ ક્રૂડની કિંમત બેરલ દીઠ 80 ડોલર આસપાસ છે. જોકે, જાહેર ક્ષેત્રની ઓઈલ અને ગેસ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી.
ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ અનુસાર મંગળવારે, દિલ્હીમાં પેટ્રોલ 94.72 રૂપિયા અને ડીઝલ 87.62 રૂપિયા, મુંબઈમાં પેટ્રોલ 104.21 રૂપિયા અને ડીઝલ 92.15 રૂપિયા, કલકતામાં પેટ્રોલની કિંમત 103.94 રૂપિયા અને ડીઝલ 90.76 રૂપિયા, ચેન્નાઈમાં પેટ્રોલ 100.75 રૂપિયા અને ડીઝલ 92.34 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં સપ્તાહના બીજા દિવસે શરૂઆતના કારોબારમાં બ્રાન્ડેડ ક્રૂડ 0.13 ડોલર એટલેકે 0.16 ટકાના વધારા સાથે પ્રતિ બેરલ 83.49 ડોલર પર ટ્રેડ કરી રહ્યું છે. તે જ સમયે, વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ (ડબ્લ્યુટીઆઈ) ક્રૂડ પણ 0.12 ડોલર એટલેકે 0.15 ટકાના વધારા સાથે 78.03 ડોલર પ્રતિ બેરલ પર ટ્રેડ કરી રહ્યું છે.
