સેન્સેક્સ અને નિફ્ટી સામાન્ય વૃદ્ધિ સાથે લીલા નિશાન પર ખુલ્યા
Live TV
-
ચાલુ સપ્તાહે અમેરિકાના ફુગાવાના આંકડા જાહેર થાય તે પૂર્વે રોકાણકારોમાં સાવચેતીનું વલણ જોવા મળી રહ્યું છે.
ચાલુ સપ્તાહે અમેરિકાના ફુગાવાના આંકડા જાહેર થાય તે પૂર્વે રોકાણકારોમાં સાવચેતીનું વલણ જોવા મળી રહ્યું છે. જેના પગલે આજે સેન્સેક્સ 73 પોઈન્ટસ વધીને 72,845 અને નિફ્ટી 28.69 પોઈન્ટસના વધારા સાથે 22,132 ક્વોટ થયા હતાં. સેન્સેક્સના પેકમાં એમએન્ડએમ, જેએસડબ્લ્યુ સ્ટીલ, એનટીપીસી, ટાઈટન કંપની, મારૂતિ સુઝુકી, પાવર ગ્રીડ અને ઈન્ડસઈન્ડ બેન્કના શેરોમાં વૃદ્ધિ થઈ હતી, જ્યારે નેસ્લે ઈન્ડિયા, એક્સિસ બેન્ક, ટીસીએસ, એશિયન પેઈન્ટસ અને આઈટીસીના શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો.
સેક્ટોરિયલ ઈન્ડેક્સમાં જોઈએ તો નિફ્ટી મેટલ અને નિફ્ટી એનર્જી ઈન્ડેક્સ સૌથી મોખરે હતાં. ગઈકાલે સ્થાનિક મૂડી બજારોમાંથી વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ રૂપિયા 4,498.92 કરોડની ચોખ્ખી વેચવાલી કરી હતી. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ સ્થાનિક બજારમાં રૂપિયા 3,562.75 કરોડ ઠાલવ્યાં હતાં. આજે ભારતી એરટેલ, શ્રી સિમેન્ટ, સિમન્સ અને કોલગેટ પામોલિવ જેવી અગ્રણી કંપનીઓના ત્રિમાસિક પરિણામો જાહેર થવાના છે.
