સતત બે દિવસના ઘટાડા બાદ શેર બજાર લીલા નિશાન પર ખુલ્યું, સેન્સેક્સ 300 પોઈન્ટ ઉછળ્યો
Live TV
-
પીએસયુ કંપનીઓ અને અદાણી ગ્રૂપની કંપનીઓના શેરોમાં ઉછાળો જોવાયો હતો.
સતત બે દિવસમાં 1200 પોઇન્ટના ઘટાડા બાદ આજે ભારતીય શેરબજાર ગ્રીન ઝોનમાં ખૂલ્યું હતું. બીએસઈ સેન્સેક્સ 300 પોઇન્ટ જ્યારે નિફ્ટીમાં 60 પોઇન્ટ ઉછળીને 22,500 ઉપર કારોબાર કરી રહી છે. પીએસયુ કંપનીઓ અને અદાણી ગ્રૂપની કંપનીઓના શેરોમાં ઉછાળો જોવાયો હતો. આજે રેક્સ સિલિંગ, યુનિસન મેટલ્સ, ગ્લોબલ લોંગલાઇફ હોસ્પિટલ, ભારત રસાયણના શેર સૌથી વધુ વધ્યા હતા.
ઇન્ફોસીસ, એલટી માઇન્ડટ્રી, ભારતી એરટેલ, સીપ્લા, કોટક મહિન્દ્રા અને ઓએનજીસી જેવા શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો. આજે બુલિયન માર્કેટમાં સોનાના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો જ્યારે ચાંદીમાં ઘટાડો થયો છે.
