રિઝર્વ બેન્કે બ્રિટનમાંથી 100 ટન સોનું તેના રિઝર્વમાં ટ્રાન્સફર કર્યું
Live TV
-
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) એ, 1991 પછી પ્રથમ વખત બ્રિટનમાંથી 100 ટનથી વધુ સોનું તેના અનામત ભંડારમાં ટ્રાન્સફર કર્યું છે. આ પ્રથમ વખત છે જ્યારે આ કિંમતી ધાતુ આટલા મોટા પાયે સ્થાનિક સ્તરે રાખવામાં આવેલ સ્ટોકમાં ઉમેરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ આરબીઆઈએ થોડા વર્ષો પહેલા સોનાની ખરીદી શરૂ કરી હતી. આ સ્ટોક વિદેશમાં ભેગો થતો હોવાથી થોડું સોનું ભારતમાં લાવવાનો નિર્ણય લેવાયો છે.
બેંક ઓફ ઈંગ્લેન્ડ પરંપરાગત રીતે ઘણી કેન્દ્રીય બેંકો માટે સોનાનો ભંડાર છે. ભારત પણ આનાથી અલગ નથી, આઝાદી પહેલાના દિવસોથી લંડનમાં પીળી ધાતુ એટલે કે સોનાના કેટલાક સ્ટોક પડ્યા છે. જે ભારતમાં લાવવામાં આવ્યા છે.
નોંધનીય છે કે, તાજેતરના ડેટા મુજબ માર્ચના અંતમાં આરબીઆઈ પાસે 822.1 ટન સોનું હતું. જેમાંથી 413.8 ટન વિદેશમાં હતું. તાજેતરના વર્ષોમાં જે સેન્ટ્રલ બેન્કોએ સોનું ખરીદ્યું છે તેમાં રિઝર્વ બેન્કનો સમાવેશ થાય છે. જેણે ગયા નાણાકીય વર્ષ દરમિયાન 27.5 ટન સોનું ઉમેર્યું હતું.
