સપ્તાહના અંતિમ દિવસે શેરબજારમાં દેખાયો સુસ્ત માહોલ
Live TV
-
નબળા વૈશ્વિક સંકેતોને પગલે શેરબજારમાં સુસ્ત માહોલ નોંધાયો હતો. બીએસઈનો સેન્સેક્સ 182 અંકના ઘટાડા સાથે 52, 386ની સપાટીએ બંધ થયો હતો. તો નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 38 પોઇન્ટના સાધારણ ઘટાડા સાથે 15, 689ની સપાટીએ બંધ થયો હતો. ઉલ્લેખનીય છે કે આજે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સ્થાપના દિવસ છે. 9 જુલાઈ 1875માં બીએસઇની સ્થાપના કરવામાં આવી હતી. બીએસઇની સ્થાપનાના આજે 146 વર્ષ પૂર્ણ થયા છે. 100ના આધાર અંક સાથે શરૂ થયેલો બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ હવે 53,000ના આધાર અંકને પાર પહોંચી ગયો છે.
