સપ્તાહના છેલ્લા દિવસે ભારતીય શેરબજાર ઘટાડા સાથે થયું બંધ
Live TV
-
કારોબારી સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ થયું હતું. BSE સેન્સેક્સ લગભગ 700 પોઈન્ટના ઘટાડા સાથે 61,054 પોઈન્ટ પર જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 187 પોઈન્ટના ઘટાડા સાથે 18,069 પોઈન્ટ પર બંધ થયો હતો.
આઈટી, ફાર્મા, મેટલ્સ, મીડિયા, એનર્જી, હેલ્થકેર અને ઓઈલ એન્ડ ગેસ સેક્ટરના શેરો ઘટીને બંધ રહ્યા હતા. જ્યારે કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, એફએમસીજી અને ઓટો સેક્ટરના શેરમાં તેજી જોવા મળી છે. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું. સેન્સેક્સના 30 શૅર્સમાંથી 10 શૅર વધારા સાથે બંધ થયા છે જ્યારે 20 શૅર્સ ઘટાડા સાથે બંધ થયા છે જ્યારે નિફ્ટીના 50 શૅર્સમાં 20 શૅર્સ વધારા સાથે બંધ થયા છે અને 30 શૅર્સ ઘટાડા સાથે બંધ થયા છે.
