સુરતના ટેક્ષટાઇલ ઉદ્યોગકારોમાં આનંદ, કેન્દ્રમાં રજૂઆત કરવી બની સરળ
Live TV
-
દર્શના ઝરોદોષને કેન્દ્રીય મંત્રીમંડલના માળખામાં રેલવે અને ટેકસ્ટાઈલ્સ મિનિસ્ટ્રી વિભાગમાં રાજ્યકક્ષાના મંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. જેથી સુરતના ઉદ્યોગમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.
સુરત શહેર લોકસભા બેઠક પરથી છેલ્લા ત્રણ ટર્મથી મહિમા સાંસદ તરીકે દર્શના ઝરદોષ ચૂંટાઈ આવ્યા છે.જેના કારણે દર્શના ઝરદોષને કેન્દ્રીય મંત્રી મંડળના માળખામાં મંત્રી તરીકે પદ આપવામાં આવ્યું છે.. દર્શના ઝરોદોષને કેન્દ્રીય મંત્રીમંડલના માળખામાં રેલવે અને ટેકસ્ટાઈલ્સ મિનિસ્ટ્રી વિભાગમાં રાજ્યકક્ષાના મંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. જેથી સુરતના ઉદ્યોગમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. સુરત ટેકસ્ટાઈલ્સ ઉદ્યોગના વેપારીઓને હવે મોટી રાહત મળી રહેવાની છે.વેપારીઓ પોતાના પ્રશ્ન અને રજુઆત સીધા સાંસદ અને રાજ્યકક્ષાના મંત્રી દર્શના ઝરદોષને સમક્ષ સરળતાથી મૂકી શકશે.. તેમના રાજ્યકક્ષાના મંત્રી બનવાની ખુશી સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોમાં જોવા મળી રહી છે.
