સેંસેક્સ 300 અંકના ઉછાળા સાથે 60, 922 પર અને નિફ્ટી 78 ના વધારા સાથે 18,105 પર બંધ
Live TV
-
સપ્તાહના પ્રથમ દિવસે આજે શેરબજાર ઉછાળા સાથે ખુલ્યું હતું. બીએસઈનો સેંસેક્સ સવારે 254 અંકના ઉછાળા સાથે ખુલ્યો હતો તો નિફ્ટી પણ 90 અંકના ઉછાળા સાથે ખુલ્યો હતો. તો દિવસના અંતે પણ શેરબજાર ગ્રીન ઝોનમાં જ બંધ થયું હતું. જેમાં સેંસેક્સ 300 અંકના ઉછાળા સાથે 60 હજાર 922 પર, તો નિફ્ટી પણ 78 અંકના ઉછાળા સાથે 18 હજાર 105 પર બંધ થયો હતો.. તો આજે દિવસ દરમિયાન સન ફાર્મા, એચયુએલ, ટેક મહિન્દ્ર, આઇસર મોટર્સના શેયર્સ ટોપ ગેઇનર્સ રહ્યાં હતા. તો અલ્ટ્રા ટેક સિમેન્ટ, ગ્રાસીમ અને એનટીપીસીના શેયર્સ ટોપ લુઝર્સ રહ્યાં હતા... તો સોનુ આજે પણ 57 હજાર રૂપિયાની ઉપર કારોબાર કરી રહ્યું છે.
