Skip to main content
Settings Settings for Dark

ભારતીય શેરબજારની શરૂઆત સકારાત્મક રીતે થઈ

Live TV

X
  • એશિયામાં સિઓલ, હોંગકોંગ, ટોક્યો અને શાંઘાઈની સાથે લગભગ દરેક બજાર તેજી સાથે કારોબાર કરી રહ્યું છે. ડોલર સામે રૂપિયો 19 પૈસાના વધારા સાથે 81ના સ્તર પર ખૂલ્યો હતો. ડોલર સામે રૂપિયાની આ બે મહિનામાં સૌથી ઊંચી સપાટી છે. ઇન્ટરબેંક ફોરેન એક્સચેન્જ અનુસાર રૂપિયો 80.92 પર ખુલ્યો છે. ત્યારે સોમવારે ભારતીય શેરબજારની શરૂઆત સકારાત્મક રીતે થઈ હતી. બંને સૂચકાંકો ઊંચામાં ખુલ્યા હતા. સેન્સેક્સ 234.20 પોઈન્ટ વધીને 60,855.97 પર અને નિફ્ટી 47.15 પોઈન્ટ વધીને 18,074.80 પર હતો. સપ્તાહના અંતે સારા પરિણામને કારણે બેન્કિંગ શેરોમાં તેજી જોવા મળી રહી છે. આઈટી, સરકારી બેંક, ઓટો, એનર્જી, ઓઈલગેસ અને મીડિયા ઈન્ડેક્સ ઝડપ સાથે કારોબાર કરી રહ્યા છે. મેટલ્સ, રિયલ્ટી અને કોમોડિટીમાં દબાણ જોવા મળી રહ્યું છે. સેન્સેક્સ પર બીએસઈ ટાટા મોટર્સ, એચડીએફસી, પાવર ગ્રીડ, ટીસીએસ, ભારતી એરટેલ, સન ફાર્મા, કોટક મહિન્દ્રા બેંક, ટેક મહિન્દ્રા, આઈસીઆઈસીઆઈ બેંક, ઈન્ફોસીસ, બજાજ ફાઈનાન્સ, રિલાયન્સ, એક્સિસ બેન્ક, નેસ્લે, એચસીએલ ટેક, ટાઇટન, વિપ્રો અને આઈટીસીના શેરો ઉછાળા સાથે કારોબાર કરી રહ્યા છે. અલ્ટ્રાટેક સિમેન્ટ, એનટીપીસી, બજાજ ફિનસર્વ, ટાટા સ્ટીલ, મારુતિ સુઝુકી, એશિયન પેઇન્ટના શેર નુકસાન સાથે ટ્રેડ થઈ રહ્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply