Skip to main content
Settings Settings for Dark

રિલાયન્સનો નેટ પ્રોફીટ 13.30 ટકા ઘટ્યો: ત્રીજા ક્વાર્ટરમાં રૂપિયા 17,806 કરોડ

Live TV

X
  • રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)એ ડિસેમ્બર 2022 (Q3,FY-23)ના રોજ પૂરા થયેલા ત્રીજા ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા હતા. કંપનીનો કોન્સોલિડેટેડ નેટ પ્રોફીટ વાર્ષિક ધોરણે 13.30% ઘટીને રૂપિયા 17,806 કરોડ થયો છે. ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં કંપનીએ રૂપિયા 20,539 કરોડનો નેટ પ્રોફીટ નોંધાવ્યો હતો. તેમની કામગીરીમાંથી આવક વધીને રૂપિયા 220,592 કરોડ થઈ છે, જે એક વર્ષ અગાઉના રૂપિયા 191,271 કરોડ કરતાં 15.32% વધુ છે.

    કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે 'તમામ સેગમેન્ટોએ વાર્ષિક ધોરણે મજબૂત વૃદ્ધિમાં ફાળો આપ્યો છે. તમામ વ્યવસાયોમાં અમારી ટીમે ઉત્કૃષ્ટ કાર્ય કર્યું છે.' કંપનીએ જણાવ્યું હતું કે 'તેનો EBITDA વાર્ષિક ધોરણે 13.5% વધીને રૂપિયા 38,460 કરોડ ($4.6 બિલિયન) થયો છે. ડિજિટલ બિઝનેસમાં સબસ્ક્રાઇબર બેઝમાં વૃદ્ધિ, વપરાશ બાસ્કેટમાં વૃદ્ધિ અને અન્ય વ્યવસાયોના સારા પ્રદર્શને EBITDA વૃદ્ધિમાં ફાળો આપ્યો છે.'

    Jioના નફામાં 28.3%નો વધારો
    રિલાયન્સની ટેલિકોમ કંપની Jioના નફામાં 28.3%નો વધારો નોંધાયો છે. કંપનીનો નેટ પ્રોફીટ એક વર્ષ અગાઉ રૂપિયા 3,615 કરોડથી વધીને રૂપિયા 4,638 કરોડ થયો હતો. સપ્ટેમ્બર 2022ના રોજ પૂરા થયેલા બીજા ક્વાર્ટરની તુલનામાં Q3FY23માં Jioનો નેટ પ્રોફીટ 2.65% વધ્યો છે. બીજા ક્વાર્ટરમાં કંપનીનો નેટ પ્રોફીટ રૂપિયા 4,518 કરોડ હતો. Jio સબ્સ્ક્રાઇબર્સ ભારતની સૌથી મોટી ટેલિકોમ કેરિયર છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply