શેરબજાર અપડેટઃ કારોબારી સપ્તાહના અંતિમ દિવસે શેર માર્કેટ સપાટ સ્થિતિ પર ખુલ્યું
Live TV
-
આજે ભારતીય શેર બજારો કારોબારી સપ્તાહના અંતિમ દિવસની શરુઆત કોઈ ખાસ હલચલ વગર ફ્લેટ ઓપનિંગ સાથે થઈ હતી.
આજે ભારતીય શેર બજારો કારોબારી સપ્તાહના અંતિમ દિવસની શરુઆત કોઈ ખાસ હલચલ વગર ફ્લેટ ઓપનિંગ સાથે થઈ હતી. બોમ્બે સ્ટોક એક્ષચેન્જનો સેન્સેક્સ 42.73 પોઈન્ટ વધીને 60901.16 પર ખુલ્યો હતો. આ સાથે નેશનલ સ્ટોક એક્ષચેન્જનો નિફ્ટી પણ પોઈન્ટ્સમાં મોટા ફેરબદલ વગર 7.75 પોઈન્ટ વધીને 18115.6ની સપાટી પર ખુલ્યો હતો.
બીજી તરફ વૈશ્વિક બજારોની સ્થિતિ જોઈએ તો, ફેડરલ રિઝર્વ પોતાના દરોમાં વધારાના વલણની ચિંતા હેઠળ ગુરુવારે યુએસ સ્ટોક એક્ષચેન્જમાં ડાઉ જોન્સ ઘટાડા સાથે લાલ નિશાન પર બંધ થયો હતો.
