ભારતીય શેરબજારમાં આજે ઘટાડાની ચાલ જોવા મળી
Live TV
-
મંદીના ભયથી અમેરિકાના શેરબજાર ડાઉમાં 613 આંકનો મહિનાનો સૌથી મોટો ઘટાડો નોંધાયો છે. ભારતીય શેરબજારમાં પણ આજે ઘટાડાની ચાલ જોવા મળી રહી છે. સેન્સેક્સ 60 હજાર 891 અને નિફ્ટી 18 હજાર 117 પર કારોબાર કરી રહ્યા છે. આજે મીડિયા, મેટલ, અને એનર્જી સેક્ટરના શેરોમાં વેચવાલીનું ભારે દબાણ જોવા મળી રહ્યું છે. કોમોડીટીની વાત કરીએ તો બ્રેન્ટ ક્રુડ ઓઈલ 84 ડોલર આસપાસ કારોબાર કરી રહ્યું છે. MCX પર સોનાનો ભાવ ઘટાડા સાથે રૂ. 56 હજાર 309 પ્રતિ તોલા અને ચાંદીનો ભાવ ઘટાડા સાથે રૂ. 67 હજાર 950 પ્રતિ કિલોગ્રામ ભાવ બોલાઈ રહ્યો છે. તો ડોલર ઈન્ડેક્ષ 9 મેહિનાના નીચલા સ્તર પર જતા ડોલર સામે રૂપીયો થયો મજબૂત થયો છે. ડોલરની કિંમત 81.30 રૂપીયા જેટલી થઈ છે.
