Skip to main content
Settings Settings for Dark

સેન્સેક્સ 1000 તો નિફ્ટીમાં 270 પોઈન્ટનો કડાકો, રોકાણકારોમાં ફફડાટ

Live TV

X
  • વૈશ્વિક બજારના નબળા સંકેતો અને ઈરાન-અમેરિકા વચ્ચે વધતા તણાવની સીધી અસર આજે(30 માર્ચ) ભારતીય શેરબજાર પર જોવા મળી છે. સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે જ બજાર લાલ નિશાન સાથે ખુલ્યું હતું. કાચા તેલની વધતી કિંમતો અને મોંઘવારીની ચિંતાને કારણે રોકાણકારોમાં ફફડાટ ફેલાયો છે.

    બજારની સ્થિતિ: ક્યાં કેટલો ઘટાડો?
    બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સ અને નિફ્ટીમાં 1 ટકાથી વધુનો કડાકો જોવા મળ્યો હતો:
    સેન્સેક્સ: 30 શેરો ધરાવતો BSE સેન્સેક્સ 1,018 પોઈન્ટ (1.4%)ના ઘટાડા સાથે 72,565.22 પર ખુલ્યો
    નિફ્ટી: NSE નિફ્ટી 270 પોઈન્ટ (1.2%) ગગડીને 22,549.65 પર ખુલ્યો 

    સવારે 9:30 વાગ્યાની આસપાસ બજારમાં થોડી રિકવરી જોવા મળી હતી, પરંતુ તેમ છતાં સેન્સેક્સ અંદાજે 794 પોઈન્ટ અને નિફ્ટી 228 પોઈન્ટના ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યા હતા.

    આજના કડાકામાં બેન્કિંગ સેક્ટર સૌથી વધુ પ્રભાવિત થયું છે :
    સૌથી વધુ ઘટાડો: નિફ્ટી બેન્ક (2.05%) અને નિફ્ટી પીએસયુ બેન્ક (1.62%)માં મોટો ઘટાડો નોંધાયો છે. આ ઉપરાંત ઓટો, આઈટી અને ફાર્મા સેક્ટરમાં પણ વેચવાલી જોવા મળી છે.
    તેજીમાં કયા સેક્ટર?: બજારમાં ઘટાડા છતાં નિફ્ટી મેટલ (1.41%), ઓઈલ એન્ડ ગેસ (0.62%) અને મીડિયા સેક્ટરમાં ઉછાળો જોવા મળ્યો હતો.

    નિષ્ણાતોની સલાહ
    બજાર વિશ્લેષકોના મતે, હાલમાં રોકાણકારોએ સાવચેતી રાખવી જરૂરી છે. નિફ્ટી માટે 22,450-22,500નું સ્તર મહત્વનું સપોર્ટ લેવલ છે. જ્યાં સુધી નિફ્ટી 24,000ની સપાટી પાર ન કરે ત્યાં સુધી નવી મોટી ખરીદીથી બચવું જોઈએ. રોકાણકારોને સલાહ આપવામાં આવી છે કે તેઓ મજબૂત ફંડામેન્ટલ્સ ધરાવતા શેરો પર જ ધ્યાન આપે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
apply