Skip to main content
Settings Settings for Dark

સેન્સેક્સ 458 પોઇન્ટ, નિફ્ટી 129 પોઇન્ટ ગગડ્યો

Live TV

X
  • ભારતીય શેરબજારમાં આશરે 450 પોઇન્ટનો કડાકો બોલાઈ ગયો હતો. ખાસ કરીને બેન્ક, મેટલ, એફએમસીજી શેરોમાં મોટાપાયે ઓફલોડિંગ જોવા મળતુ હતું.

    ચીનમાં ફેલાયેલા કોરોના વાઈરસની વૈશ્વિક અર્થતંત્ર પર અસર થઈ શકે તેવી દહેશતના વૈશ્વિકસ્તરેથી મળેલા સંકેતો વચ્ચે આ સપ્તાહે રજૂ થનારા સામાન્ય બજેટમાં પૂર્વે રોકાણકારોએ બજાર કામકાજને લઈ એકંદરે સાવચેતીભર્યું વલણ અપનાવતા ભારતીય શેરબજારમાં આશરે 450 પોઇન્ટનો કડાકો બોલાઈ ગયો હતો. ખાસ કરીને બેન્ક, મેટલ, એફએમસીજી શેરોમાં મોટાપાયે ઓફલોડિંગ જોવા મળતુ હતું. બીએસઈ સેન્સેક્સ 458.07 પોઇન્ટ અથવા 1.10 ટકા ગગડી 41,155.12 પર રહ્યો હતો. જ્યારે નિફ્ટી પણ 129.25 પોઇન્ટ અથવા 1.06 ટકા ગગડી 12,119 રહી હતી. આ સાથે સેન્સેક્સે 41,200ની અને નિફ્ટીએ 12,200 સપાટી ગુમવી દીધી હતી. બજાર માટે સૌથી સારી બાબત એ રહી કે મિડકેપ અને સ્મોલકેપ સેક્ટરના શેરોમાં વેચવાલીનું ખાસ દબાણ જોવા મળ્યું ન હતું. મિડકેપ ઈન્ડેક્સ 63.53 પોઇન્ટ એટલે કે 0.40 ટકા ગગડ્યો હતો અને સ્મોલકેપ ઇન્ડેક્સ 4.43 પોઇન્ટ વધીને બંધ રહ્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
apply