સોવેરિન ગોલ્ડ બોન્ડ્સ 22 ઓગસ્ટથી સબસ્ક્રિપ્શન માટે ખુલશે
Live TV
-
જો તમે આગામી તહેવારોની સીઝનમાં સોનામાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો સોવરિન ગોલ્ડ બેન્ડ સ્ક્રિમમાં રોકાણ કરવું યોગ્ય વિકલ્પ સાબિત થઈ શકે છે. પીળી ધાતુને નાણાં કમાવવાનું સૌથી સલામત અને સરળ માર્ગ માનવામાં આવે છે. નાણા મંત્રાલયે સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમ 2022-23 (સિરીઝ II) ની ઈસ્યૂ પ્રાઈસ અને તારીખોની જાહેરાત કરી છે. 19મી ઑગસ્ટ 2022ના એક નિવેદનમાં, સરકારે જણાવ્યું હતું કે નવીનતમ SGB ઑફરિંગની ઇશ્યૂ કિંમત 5197 રૂપિયા પ્રતિ ગ્રામ છે. SGB ની નવીનતમ શ્રેણીની કિંમત જૂન 2022 માં જાહેર કરવામાં આવેલી અગાઉની શ્રેણી કરતાં 106 રૂપિયા વધુ છે. ઉલ્લેખનીય છે કે, ડિજિટલ મોડથી ચૂકવણી અને ઓનલાઈન અરજી કરનારને પ્રતિ ગ્રામ ઈસ્યૂ પ્રાઈસમાં રૂપિયા પ0 ડિસ્કાઉન્ટ આપવાનો નિર્ણય લીધો છે. “સોવરિન ગોલ્ડ બોન્ડ્સમાં રોકાણને મજબૂત પ્રતિસાદ મળ્યો છે. નવેમ્બર 2015 થી FY21 સુધી આરબીઆઈએ પહેલેથી જ કુલ રૂ. 25,702 કરોડ એકત્ર કર્યા છે. SGBs માં રોકાણ તરલતા પ્રદાન કરે છે, તેને કોઈ સ્ટોરેજ ખર્ચની જરૂર નથી, ભૌતિક સોના કરતાં રિડીમ કરવું પણ સરળ છે.
