સેન્સેક્સ અને નિફ્ટી નરમાઈ પછી રિક્વરી, એનડીટીવીમાં ઉપલી સર્કિટ લાગી
Live TV
-
એનડીટીવીનો શેર ઓગસ્ટ 2008 પછીની સૌથી ઊંચી સપાટીએ પહોંચ્યો છે. છેલ્લા ત્રણ મહિનામાં એનડીટીવીના શેર 140 ટકાનો ઉછાળો આવ્યો છે, તેની તુલનાએ એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં 8 ટકાની વૃદ્ધિ થઈ છે. જ્યારે એક વર્ષમાં શેર 382 ટકા ઉછળ્યો છે તેની સરખામણીએ સેન્સેક્સએ 6 ટકા રિટર્ન આપ્યું છે.
બેન્ચમાર્ક ઈન્ડેક્સ સેન્સેક્સ અને નિફ્ટી આજે સવારે નરમાઈમાં ખૂલ્યા પછી અત્યારે રિક્વરીમાં જોવા મળી રહ્યા છે. અત્યારે બીએસઈ સેન્સેક્સ 6.74 પોઈન્ટ્સ અથવા 0.01 ટકાના નજીવા ઘટાડા સાથે 59,024.56ની સપાટીએ પહોંચ્યો હતો. જ્યારે નિફ્ટી-50 4.10 પોઈન્ટ્સ અથવા 0.02 ટકાની નરમાઈમાં 17,573.40 પર જોવા મળી હતી. અત્યાર સુધીમાં ઓએનજીસી, ઈન્ડસઈન્ડ બેન્ક, એનટીપીસી ટોપ ગેઈનર્સ રહ્યા હતાં. જ્યારે સેક્ટોરિયલ ઈન્ડેક્સમાં રિયલ્ટી ઈન્ડેક્સમાં 1.5 ટકા ઉછાળો જોવા મળ્યો હતો. તો ઊર્જા અને આઈટી શેરોમાં વેચવાલી જોવા મળી હતી. નિફ્ટી મીડકેપ 100 અને નિફ્ટી સ્મોલકેપ 100માં 0.5 ટકા સુધીનો વધારો થયો છે. ઈન્ડસઈન્ડ બેન્ક, આઈટીસી, સન ફાર્મા, ટીસીએસમાં વૃદ્ધિ જોવા મળી હતી જ્યારે ભારતી એરટેલ, એશિયન પેઈન્ટ્સ, મારૂતિમાં નરમાઈ જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે, અદાણી ગ્રૂપે એનડીટીવીનો 29.1 ટકા હિસ્સા હસ્તગત કરવાની જાહેરાત કર્યા પછી આજે એનડીટીવીના શેરમાં પાંચ ટકાની ઉપલી સર્કિટ લાગી હતી. આજે એનડીટીવીના કાઉન્ટર પર 1.16 મિલિયન ઈક્વિટી શેરોના કામકાજ થયા હતા, આ ઉપરાંત એનએસઈ અને બીએસઈ ખાતે 98,170 શેરોના ઓર્ડર પેન્ડિંગ પડ્યા છે. એનડીટીવીનો શેર ઓગસ્ટ 2008 પછીની સૌથી ઊંચી સપાટીએ પહોંચ્યો છે. છેલ્લા ત્રણ મહિનામાં એનડીટીવીના શેર 140 ટકાનો ઉછાળો આવ્યો છે, તેની તુલનાએ એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં 8 ટકાની વૃદ્ધિ થઈ છે. જ્યારે એક વર્ષમાં શેર 382 ટકા ઉછળ્યો છે તેની સરખામણીએ સેન્સેક્સએ 6 ટકા રિટર્ન આપ્યું છે.
