Skip to main content
Settings Settings for Dark

સેન્સેક્સમાં 250 પોઈન્ટ્સની વૃદ્ધિ, નિફ્ટી 17,600ની સપાટીની નજીક 

Live TV

X
  • સ્થાનિક શેરબજારમાં આજે બેન્ચમાર્ક સેન્સેક્સ 250 પોઈન્ટ્સ વધીને 59,039 અને નિફ્ટી 85 પોઈન્ટ્સના વધારા સાથે 17,600ની સપાટીને પાર ગઈ હતી. બ્રોડ માર્કેટમાં નિફ્ટી મીડકેપ 100 અને નિફ્ટી સ્મોલકેપ 100માં એક ટકા સુધીનો વધારો થયો હતો. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, તાતા સ્ટીલ, ટાઈટન, ઈન્ફોસિસ બેન્ચમાર્ક ઈન્ડેક્સની વૃદ્ધિ માટે મુખ્ય ફાળો આપે છે. આ દરમિયાન ભારતી એરટેલ, ડો.રેડ્ડીઝ, એશિયન પેઈન્ટ્સમાં ઘટાડો થયો હતો. સેક્ટોરિયલ ઈન્ડેક્સમાં નિફ્ટી ઓટો, નિફ્ટી મેટલ, નિફ્ટી પીએસયુ ગ્રીન ઝોનમાં જોવા મળ્યા હતાં. વ્યક્તિગત શેરોમાં ટાઈટન બે ટકાના ઉછાળામાં જોવા મળ્યો હતો. આ ઉપરાંત નાલ્કોમાં 10 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. ફેડ ચીફ જેરોમ પોવેલ આજે જેક્શન હોલ ખાતે શું કહેશે તેના પર બજારોનું ધ્યાન કેન્દ્રીત હોવા છતાં તેમની ટિપ્પણીઓ બજારના વલણને ટ્રિગર કરે તેવી શક્યતા નથી. ઉલ્લેખનીય છે કે, ગત સપ્તાહે એક્સપાયરી ઈસ્યૂના મુદ્દે નિફ્ટીમાં 200 પોઈન્ટ્સનો કડાકો જોવા મળ્યો હતો. 
    બીજી બાજુ અદાણી ગ્રૂપ શુક્રવારે જણાવ્યું હતું કે, ન્યૂઝ બ્રોડકાસ્ટર એનડીટીવીને તેની પ્રમોટર કંપની આરઆરપીઆર હોલ્ડિગ્સને વીસીપીએલમાં ટ્રાન્સફર કરવા માટે સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયાની મંજૂરી જેવાની જરૂર નથી. શેરબજારના આપેલ પત્રમાં અદાણી એન્ટરપ્રાઈસિસે જણાવ્યું હતું કે, વીસીપીએલ આરઆરપીઆર સાથે સંમત નથી કે વોરન્ટની કવાયત પર વીસીપીએલને શેરની ફાળવણી માટે સેબીની પૂર્વ લેખિત મંજૂરી જરૂરી છે. અદાણી ગ્રૂપે ગુરૂવારે એનડીટીવી દ્વારા કરવામાં આવેલી સ્ટોક-એક્સેચન્જ ફાઈલિંગ પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, મૂડી બજારના નિયમનકાર સેબીએ નવેમ્બર 2020માં તેના પ્રમોટસર્ને શેર ખરીદવા અથવા વેચવા પર બે વર્ષ માટે પ્રતિબંધ મૂક્યો હતો. આ અહેવાલ લખાય છે ત્યારે અદાણી એન્ટરપ્રાઈસિસ લિમિટેડના શેરનો ભાવ 2.78 ટકાના વધારા સાથે રૂપિયા 3,152.10 પર બંધ રહ્યો હતો. 
    સુપ્રિમ કોર્ટે આજે કર્ણાટકના ત્રણ જિલ્લાઓમાં ખાણકામ માટે ટોચની મર્યાદા વધારી દીધી છે. અદાલતે જણાવ્યું હતું કે, બિલ્લારી ખાણોમાં પહેલા 28 મિલિયન મેટ્રિક ટન ઉત્પાદનની ટોચની મર્યાદા હતી જે વધારી 35 મિલિયન મેટ્રિક ટન કરવામાં આવ્યું છે.  જ્યારે તુમાકુરુ અને ચિત્રદુર્ગા જિલ્લાઓમાં ઉત્પાદનની ટોચની મર્યાદા સાત મિલિયન મેટ્રિક ટનથી વધારીને 15 મિલિયન મેટ્રિક ટન કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષે સુપ્રિમ કોર્ટે કર્ણાટક જિલ્લાના ત્રણ ખાણોમાંથી નિકાસ પરનો પ્રતિબંધ હટાવ્યો હતો. સર્વોચ્ચ અદાલતના આદેશ પછી બીએસઈ ખાતે વેદાન્તા લિમિટેડના શેરનો ભાવ 2.84 ટકાના વધારા સાથે રૂપિયા 273.05 બોલાતો હતો. 

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply