Skip to main content
Settings Settings for Dark

અમિતાભ બચ્ચનના પરિવારના ચાર સભ્યોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

Live TV

X
  • અમિતાભના પુત્ર અને અભિનેતા અભિષેક બચ્ચનનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો, ઐશ્વર્યા અને આરાધ્યાનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો.

    અમિતાભ બચ્ચનને સારવાર માટે નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ અંગે અમિતાભ બચ્ચને ટ્વિટ કરીને જાણકારી આપી હતી. સોશિયલ મીડિયામાં અમિતાભને સ્વસ્થ થવા માટે પ્રાર્થના થઈ રહી છે.ટ્વીટર અને ફેસબુક પર ચાહકો અમિતાભના જલ્દી સાજા થવા માટે પ્રાર્થના કરી રહ્યા છે..

    શનિવારે અમિતાભ બચ્ચને ટ્વીટ કરીને જાણકારી આપી હતી. તેમણે ટ્વીટમાં લખ્યું છે કે "હું કોરોના પોઝિટિવ છું. ત્યારબાદ હું હૉસ્પિટલમાં દાખલ છું. હૉસ્પિટલ દ્વારા પ્રશાસનને સૂચિત કરવામાં આવી રહ્યા છે. પરિવાર અને સ્ટાફના ટેસ્ટ થઈ ચૂક્યા છે અને તેમના તપાસ રિપોર્ટ આવવાના છે. આ ઉપરાંત છેલ્લા 10 દિવસમાં મારા સંપર્કમાં જે પણ લોકો આવ્યા છે તેમને મારી વિનંતી છે કે તેઓ પોતાનો ટેસ્ટ કરાવી લે"

    અમિતાભ બચ્ચનનાં કોરોના રિપોર્ટ બાદ હવે તેમના પુત્ર અભિષેક બચ્ચને પણ ટ્વિટર પર માહિતી આપી છે કે તે પણ કોરોના પોઝિટીવ છે. તેનામાં પણ પિતા જેવાં જ સામાન્ય લક્ષણ દેખાતા હતા બાદમાં બંનેને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. તેણે પણ પરિવાર અને સ્ટાફનાં તમામને ટેસ્ટ કરાવવા જણાવ્યું છે.

    અભિષેક બચ્ચનનાં કોરોના વાયરસ સંક્રમિત થયા બાદ એક્ટર રિતેશ દેશમુખે ટ્વિટ કરીને અભિષેક અને બચ્ચન પરિવારનાં જલદી સ્વસ્થ થવાની કામના કરી છે અને લખ્યુ છે કે, બચ્ચન પરિવારનાં સ્વાસ્થ્ય માટે તેઓ પ્રાર્થના કરી રહ્યાં છે.ભાજપના ગૌરવ ભાટિયા, ભૂતપુર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડવીસ, શાહનવાઝ હુસૈન, જ્યોતિરાદિત્ય સિંધિયા,અરશદ વારસી સહિત અનેક અગ્રણીઓએ અમિતાભ બચ્ચન જલ્દી સ્વસ્થ થાય તેવી શુભકામના પાઠવી છે.

    મહારાષ્ટ્રના આરોગ્ય મંત્રી રાજેશ ટોપે જણાવ્યુ છે કે બન્નેની હાલત સ્થિર છે..ચિંતાની કોઈ વાત નથી.સોશિયલ મીડિયા પર અમિતાભનો થોડા દિવસ પહેલાનો નાણાવટી હોસ્પિટલમાંથી જારી એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે..જેમાં તેઓ કહી રહ્યા છે કે .હોસ્પિટલમાં કામ કરનાર લોકોમાં ઈશ્વરનું સ્વરુપ છે.મેં પાછલા દિવસોમાં ગુજરાતના સુરતનો એક બિલબોર્ડ શેર કર્યુ હતુ જેના ઉપર લખ્યુ હતુ કે તમને ખ્યાલ છે કે મંદિર કેમ બંધ છે.કારણ કે ભગવાન સફેદ કોટ પહેરીને હોસ્પિટલમાં કામ કરી રહ્યા છે.હું આપ સૌની સામે નતમસ્તક છું કારણ કે આપ ન હોત તો માણસનું શું થાત.બીગબીએ ડોક્ટરો, નર્સ અને મેડિકલ સ્ટાફની ખૂબ પ્રશંસા કરી હતી..અને કહ્યુ હતુ કે તેઓ જ્યારે પણ નાણાવટી હોસ્પિટલમાં આવે છે ત્યારે તેમને ખૂબ સારી સારવાર મળે છે..

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
apply