ઇરફાન ખાન : એક એવો ઓલરાઉન્ડર જેને પોતાના સ્વપ્નાઓનો પીછો કરવાની ક્યારેય તક ન મળી
Live TV
-
ભારતીય ફિલ્મ જગતના દિગ્ગજ કલાકારોની હરોળમાં સ્થાન પામેલા ઇરફાન ખાનની બુધવારે મુંબઇની કોકિલાબેન હોસ્પિટલમાં 53 વર્ષની વયે નિધન થયું ઇરફાન ખાન કેન્સર સામેની જંગ હારી ગયા, નોંધનીય છે કે, તેઓ થોડા સમય પહેલા જ લંડનમાં સારવાર લઇને પરત ફર્યા હતા. આપને જણાવી દઇએ કે, તેમના ચાહકો તેમને માત્ર કલાકાર તરીકે જ ઓળખતા હશે પરંતુ તેમનો પ્રથમ પ્રેમ ક્રિકેટ હતો.
માત્ર 600 રૂપિયા ન હોવાને કારણે તેઓ સીકે નાયડૂ ટ્રોફીમાં સામેલ ન થઇ શક્યા. આ અંડર-23 ટૂર્નામેન્ટ ફર્સ્ટ ક્રિકેટમાં સામેલ થવાનું પ્રથમ પગથિયું માનવામાં આવે છે અને ક્રિકેટર બનાવાનું તેમના સપના પર ત્યારે જ પાણી ફરી વળ્યું.
2014ના એક ઇન્ટરવ્યૂમાં ઇરફાને કર્યો ખુલાસો
2014ની સાલમાં એક ઇન્ટરવ્યું દરમિયાન ઇરફાને આ વાતનો સ્વીકાર કરતા જણાવ્યું હતું કે, યુવાવસ્થામાં તેઓ ક્રિકેટર બનવા માગતા હતા અને તેમની પસંદગી સીકે નાયડૂ ટ્રોફી માટે થઇ હતી પરંતુ પૈસા ન હોવાને કારણે તેઓ સામેલ ન થઇ શક્યા. ઇરફાને વધુમાં કહ્યું કે, હું ક્રિકેટ રમતો હતો અને ક્રિકેટર બનવા પણ માગતો હતો. હું ઓલરાઉન્ડર હતો. જયપુરમાં મારી ટીમનો સૌથી યુવા ખેલાડી હતી અને હું આજ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માગતો હતો. પરંતુ મને એ સમજણ નહોંતી પડતી કે, ક્રિકેટ માટે ઘરે પૈસા કેવી રીતે માગુ ? બસ ત્યારથી જ મેં નક્કી કરી લીધું કે ભવિષ્ય નહીં બનાવું કારણ કે તે સમયે હું 600 રૂપિયા માગી શકું તેમ નહોંતો.
ત્યારબાદ ઇરફાને નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં એડમિશન લીધું. તેના માટે તેને 300 રૂપિયાની જરૂર હતી, જો કે, ત્યારે તેની પાસે 300 રૂપિયા પણ નહોંતા અને તેમની બહેને તેમને પૈસાની વ્યવસ્થા કરી આપી તી.
ઇરફાન જ્યારે 2018માં લંડનમાં સારવાર લઇ રહ્યો ત્યારે તેણે પોતે લખેલા એક પત્રમાં જણાવ્યું હતું કે, તે જે હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યો છે. જેના ઉત્તરી દરવાજાની સામે ક્રિકેટનું જાણીતું લોર્ડ્સ મેદાન આવેલું છે. જે તેના બાળપણનું મક્કા હતું. આમ ટૂંકા સમયમાં મોટી ચાહના મેળવી આ ફાની દૂનિયા છોડી ગયેલા ઇરફાન ખાને ખરેખર ભગવાન જેવી જ રમત રમી
