Skip to main content
Settings Settings for Dark

જાણીતા મ્યુઝિક કમ્પોઝર વાઝિદ ખાનનું નિધન, ભીની આંખોએ પરિવારે આપી વિદાય

Live TV

X
  • વાજિદ ખાનનો અંતિમ વીડિયો આવ્યો સામે, 'દબંગ'નું ટાઇટલ ગીત ગાતા જોવા મળ્યા

    મ્યૂઝિક કમ્પોઝર વાજિદ ખાનનું 31 મે, રવિવારે મોડી રાત્રે નિધન થયું હતું. વાજિદ ખાન કિડનીની બીમારીથી પીડાતા હતા. વાજિદ ખાને સલમાન ખાનની ખૂબ જ પ્રસિદ્ધ દબંગ સિરીઝ માટે મ્યુઝિક કમ્પોઝ કર્યું હતું. વાજિદ ખાનના નિધનના સમાચાર મળતા જ બોલિવૂડ શોકમાં આવી ગયું છે. તમામ લોકો વાજિદ ખાન સાથેના પોતાના સંભારણા યાદ કરીને સોશિયલ મીડિયા દ્વારા દુઃખ વ્યક્ત કરી રહ્યા છે.મુંબઈના વર્સોવાના કબ્રસ્તાનમાં વાજિદને સુપૂર્દ-એ-ખાક કરવામાં આવ્યા.લોકડાઉનના કારણે વધુ લોકો અંતિમ દર્શન માટે પહોંચી શક્યા ન હતા..સોશિયલ મીડિયામાં વાઝિદ ખાનનો એક વિડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેમાં વાજિદ ખાન ભાઈ સાજિદ માટે ‘દબંગ 3’નું ટાઈટલ સોંગ ગાતા જોવા મળ્યાં હતાં. 

    સાજિદ અને વાજિદે મળીને તેમની સંગીત યાત્રા શરૂ કરી. બંને એક સાથે મ્યુઝિક કંપોઝ કરતા હતા. વજીદે તો ઘણી ફિલ્મોમાં ગીતો પણ ગાયાં હતાં.સાજિદ-વાજિદને તેમના હિટ મ્યૂઝિકના કારણે સમગ્ર દેશમાં અલગ ઓળખ ઊભી કરી હતી. બંનેએ દબંગ 3, ફેમિલો ઓફ ઠાકુરગંજ, પાગલપંતી, સત્યમેવ જયતે, જુડવા 2, ફ્રીકી અલી, ક્યા કૂલ હૈ હમ 3, સિંહ ઇઝ બ્લિંગ, ડૉલી કી ડૉલી, તેવર, દાવત એ ઇશ્ક, બુલેટ રાજા, મેં તેરા હીરો, હીરોપંતી, દબંગ 2, સન ઓફ સરદાર, કમાલ ધમાલ માલામાલ, એક થા ટાઇગર, તેરી મેરી કહાની, રાઉડી રાઠોડ, હાઉસફુલ 2, નો પ્રોબ્લમ, દબંગ, વીર, વોન્ટેડ, વેલકમ, પાર્ટનર, તેરે નામ, હમે તુમ્હારે હૈ સનમ, બ્રધર, પ્યાર કિયા તો ડરના ક્યા, જેવી ફિલ્મોમાં સુપરહિટ સંગીત આપ્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
apply