ગુજરાતી રંગમંચના અદના કલાકાર જગેશ મુકાતીનું દેહાવસાન
Live TV
-
ગુજરાતી રંગભૂમિના અદના કલાકાર તથા ટીવી એક્ટર જગેશ મુકાતીએ ગઈકાલે દુનિયાને અલવિદા કહ્યું છે. નોંધનીય છે કે, જગેશ મુકાતીનું 47 વર્ષની વયે નિધન થયું છે. શ્વાસ લેવામાં તકલીફ પડતી હોવાથી તેઓ છેલ્લા કેટલાક દિવસથી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હતા.
ગુજરાતી નાટકોમાં પ્રેક્ષકોને ખડખડાટ હસાવનાર અને 'શ્રી ગણેશ' સિરિયલ દ્વારા જાણીતું નામ બનેલા જગેશ મુકાતીએ ફિલ્મ હસી તો ફસી (2014), શ્રીગણેશ (2000) અને ચાલ જીવી લઈએ એમ ગુજરાતી ફિલ્મોની સાથે અનેક નાટકોમાં પણ દમદાર ભૂમિકા નીભાવી હતી. તો જાણીતા ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં પણ કિરદાર નિભાવ્યો હતો.
