Skip to main content
Settings Settings for Dark

કેન્સર સામે જંગ જીતનારી હિના ખાનની સલાહ: 'દરેક ક્ષણને મન ભરીને જીવવી જોઈએ'

Live TV

X
  • ટીવી જગતની જાણીતી અભિનેત્રી અને કેન્સર સર્વાઈવર હિના ખાને તાજેતરમાં મુંબઈમાં સર એચ.એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલ દ્વારા આયોજિત 'ઓન્કોલોજી લીડરશિપ ટાઉનહોલ - ઇલુમિનેટ 3.0'માં હાજરી આપી હતી. આ પ્રસંગે તેણે કેન્સર પ્રત્યે જાગૃતિ ફેલાવવાની સાથે પોતાની અંગત જીવનની સફર અને બદલાયેલા દ્રષ્ટિકોણ વિશે ખુલીને વાત કરી હતી.

    ટીવી જગતની જાણીતી અભિનેત્રી અને કેન્સર સર્વાઈવર હિના ખાને તાજેતરમાં મુંબઈમાં સર એચ.એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલ દ્વારા આયોજિત 'ઓન્કોલોજી લીડરશિપ ટાઉનહોલ - ઇલુમિનેટ 3.0'માં હાજરી આપી હતી. આ પ્રસંગે તેણે કેન્સર પ્રત્યે જાગૃતિ ફેલાવવાની સાથે પોતાની અંગત જીવનની સફર અને બદલાયેલા દ્રષ્ટિકોણ વિશે ખુલીને વાત કરી હતી.

    કેન્સર એટલે અંત નથી: હિના ખાન
    હિના ખાને જણાવ્યું હતું કે, "કેન્સર હોવાનો અર્થ સીધો મૃત્યુ નથી. જો સમયસર સ્ક્રીનિંગ અને તપાસ કરવામાં આવે, તો આ જીવલેણ બીમારી સામે લડી શકાય છે અને તેને હરાવી પણ શકાય છે." તેણે ભારપૂર્વક કહ્યું કે લોકોએ આ બીમારીથી ડરવાને બદલે જાગૃત રહેવાની જરૂર છે.

    પરિવાર અને પતિ રોકીનો સાથ
    પોતાની આ મુશ્કેલ સફર વિશે વાત કરતા હિના ભાવુક થઈ હતી. તેણે કહ્યું કે, "હું આજે અહીં ઊભી છું તેનો શ્રેય ડોક્ટરોની સાથે મારા પરિવાર અને ખાસ કરીને મારા પતિ રોકીને જાય છે. રોકીની હિંમત અને પ્રેમ જ મારી તાકાત રહી છે. લગ્ન પછી પણ અમારા સંબંધોમાં કોઈ ફેરફાર આવ્યો નથી, તે આજે પણ પહેલાની જેમ જ મારી કાળજી રાખે છે."

    જીવન જીવવાની નવી ફિલસૂફી
    હિનાએ અન્ય દર્દીઓને પ્રેરણા આપતા કહ્યું કે, લોકોએ 'આજ' માં જીવવું જોઈએ. તેણે પોતાના અનુભવો શેર કરતા જણાવ્યું:

    દરેક વ્યક્તિની બોડી અલગ હોય છે, એટલે સારવારની અસર પણ અલગ હોઈ શકે છે.

    ગમે તેવી પરિસ્થિતિમાં ખુશ રહેવું ખૂબ જરૂરી છે.

    આજકાલ સ્વસ્થ લોકો પણ અચાનક બીમારીઓનો શિકાર બની રહ્યા છે, તેથી દરેક પળને ખુલીને જીવવી જોઈએ.

    "મેં ક્યારેય પોતાને દર્દી નથી માની"
    હિનાએ પોતાની ખુમારી બતાવતા કહ્યું કે, "હું અત્યારે એ બધું જ કરી રહી છું જે મારે કરવું છે. મેં મારા ડોક્ટરને કહ્યું છે કે મારે આઈસલેન્ડ જવું છે અને બરફના પાણીમાં સ્નાન કરવું છે, તેમજ દુનિયાભરમાં ટ્રાવેલ કરવું છે. મારું જે મન થાય છે તે હું ખાવું છું. મેં ક્યારેય મારી જાતને દર્દી તરીકે જોઈ નથી અને મારા ડોક્ટરોએ પણ મને તેવો અનુભવ થવા દીધો નથી."

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-03-2026 Max Temp : °C Min Temp : °C
apply