સલમાન ખાનની ફેન્સને મોટી ભેટ: 'બેટલ ઓફ ગલવાન'નું રોમેન્ટિક ગીત 'મેં હું' રિલીઝ
Live TV
-
બોલિવૂડના ભાઈજાન સલમાન ખાને વેલેન્ટાઈન ડેના ખાસ અવસરે પોતાના ચાહકોને એક શાનદાર ભેટ આપી છે. ૧૪ ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થનારી તેમની મોસ્ટ અવેટેડ વોર મૂવી 'બેટલ ઓફ ગલવાન' પર હવે પ્રેમનો રંગ ચડ્યો છે. અભિનેતાએ ફિલ્મનું પ્રથમ રોમેન્ટિક ગીત 'મેં હું' રિલીઝ કર્યું છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે.
બોલિવૂડના ભાઈજાન સલમાન ખાને વેલેન્ટાઈન ડેના ખાસ અવસરે પોતાના ચાહકોને એક શાનદાર ભેટ આપી છે. 14 ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થનારી તેમની મોસ્ટ અવેટેડ વોર મૂવી 'બેટલ ઓફ ગલવાન' પર હવે પ્રેમનો રંગ ચડ્યો છે. અભિનેતાએ ફિલ્મનું પ્રથમ રોમેન્ટિક ગીત 'મેં હું' રિલીઝ કર્યું છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે.
બરફની વાદીઓમાં રોમાન્સ અને પરિવારની યાદ
આ ગીતમાં સલમાન ખાન અને ચિત્રાંગદા સિંહ વચ્ચેની સુંદર લવ સ્ટોરીની ઝલક જોવા મળે છે. ગીતના દ્રશ્યોમાં સલમાન બરફની વાદીઓ વચ્ચે પોતાની પત્ની અને બે બાળકોની તસવીરો જોઈને તેમને યાદ કરતા રોમેન્ટિક અંદાજમાં જોવા મળે છે. ગીત રોમાન્સની સાથે સરહદ પર તૈનાત સૈનિકની પોતાના પરિવારથી દૂર રહેવાની વેદનાને પણ ખૂબ જ ભાવુક રીતે રજૂ કરે છે.શ્રેયા ઘોષાલ અને અયાન લાલનો જાદુઈ અવાજ
ગીત વિશેની ખાસ વાતો:
ગાયક: શ્રેયા ઘોષાલની મધુરતા અને અયાન લાલના અવાજે આ ગીતને વધુ સ્નિગ્ધ બનાવ્યું છે.
કમ્પોઝર: અયાન લાલ દ્વારા આ ગીત કમ્પોઝ કરવામાં આવ્યું છે.
ગીતકાર: શબ્બીર અહમદ અને અયાન લાલે ગીતના બોલ લખ્યા છે.
અગાઉ આ ફિલ્મનું દેશભક્તિથી ભરપૂર ગીત 'માતૃભૂમિ' (ગાયક: અરિજિત સિંહ) રિલીઝ થયું હતું, જે ૨૧ મિલિયનથી વધુ વ્યુઝ મેળવી ચૂક્યું છે.રિલીઝ ડેટમાં ફેરફાર અને ચીનનો વિરોધ
ફિલ્મ 'બેટલ ઓફ ગલવાન' પહેલા 17 એપ્રિલના રોજ રિલીઝ થવાની હતી, પરંતુ હવે તે 14 ઓગસ્ટ (સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ) રિલીઝ થશે. નોંધનીય છે કે, ફિલ્મનું ટીઝર રિલીઝ થતા જ ચીની મીડિયામાં ફફડાટ જોવા મળ્યો હતો. ચીને આક્ષેપ કર્યો હતો કે ભારતીય સિનેમા ગલવાન ખીણની ઘટનાને ખોટી રીતે રજૂ કરીને બંને દેશો વચ્ચે તણાવ વધારી રહ્યું છે.
