ગુજરાતી ફિલ્મ જગતના સુપર સ્ટાર નરેશ કનોડિયાનું 77 વર્ષની વયે નિધન
Live TV
-
ગુજરાતી ફિલ્મ જગતના સુપર સ્ટાર અને દિગ્ગજ કલાકાર નરેશ કનોડિયાનું 77 વર્ષની વયે નિધન થયું છે. નરેશ કનોડિયાનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ તેમને યુ.એન. મહેતા હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.
લાંબી સારવાર બાદ કોરોનામાં મોત
લાંબી સારવાર બાદ તેમણે આજે સવારે 9 કલાકે હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તમને જણાવી દઈએ કે થોડા દિવસો અગાઉ નરેશ કનોડિયાના મોટા ભાઈ મહેશ કનોડિયાનું પણ નિધન થયું હતું.
125થી વધુ ફિલ્મોમાં કામ કર્યુ
પહેલાં મોટાભાઈ મહેશ કનોડિયા અને આજે નરેશ કનોડિયાનું કોરોનાની સારવાર દરમ્યાન હોસ્પિટલમાં નિધન થયું છે. મહત્વનું છે કે નરેશ કનોડિયાએ અત્યાર સુધીમાં 125થી વધુ ફિલ્મોમાં કામ કર્યુ છે.
