જાણીતા ફિલ્મમેકર આશિષ કક્કડનું હ્યદય રોગના હુમલાને કારણે કલકત્તામાં થયું નિધન
Live TV
-
ગુજરાતી ફિલ્મ "બેટર હાફ" સહીત અનેક ફિલ્મોના જાણીતા દિગ્દર્શક આશિષ કક્કડનું હ્યદય રોગના હુમલાને કારણે કલકત્તામાં નિધન થયું છે. આજે બપોરે તેમના અવસાનના સમાચાર મળતા સમગ્ર કલા જગતમાં દુઃખ અને શોકની લાગણી ફરી વળી છે. ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં 'બેટર હાફ'થી સમાંતર ફિલ્મોનો ટ્રેન્ડ શરૂ કરનાર આશિષ કક્કડ નાટક, ટીવી અને ફિલ્મો જેવા ત્રિવિધ માધ્યમમાં પોતની પ્રતિભા દર્શાવી ચૂક્યા છે. પોતે અભિનેતા હોવા છતાં પડદા પાછળ પણ તેમણે મહત્વની ભૂમિકા નિભાવી હતી.
