ગુજરાતી ફિલ્મ ''હેલ્લારો'' ની આંતરરાષ્ટ્રીય Cannes Film Festival માટે પસંદગી
Live TV
-
2019માં લોકોએ ખૂબ વખાણેલી ગુજરાતી ફિલ્મ ''હેલ્લારો'' દેશમાં તો લોકોને ખૂબ જ ગમી હતી, પરંતુ હવે આ ફિલ્મ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ડંકો વગાડશે.
આ ફિલ્મની કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ (Cannes Film Festival) માટે પસંદગી કરવામાં આવી છે. ઉપરાંત મરાઠી ફિલ્મ ''માઈ ઘાટ''ની પસંદગી પણ કરવામાં આવી છે.
સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે કાન્સ ફિલ્મ માર્કેટ 2020માં ભારતીય પેવેલિયનનું ઓનલાઈન ઉદ્ઘાટન કર્યું હતું. જેમાં પ્રકાશ જાવડેકરે નિવેદન આપતા જણાવ્યું હતું કે, “સરકારે દેશમાં ઇન્ટરનેશનલ ફિલ્મોનાં શૂટિંગ માટે જલ્દી પરવાનગી આપવા માટેનાં ફિલ્મ સુવિધા કેન્દ્રની પહેલ કરી છે.
ઉલ્લેખનીય છે કે 66મા નેશનલ એવોર્ડમાં ફિલ્મ હેલ્લારોને સર્વશ્રેષ્ઠ ફીચર ફિલ્મ પુરસ્કારથી પુરસ્કૃત કરવામાં આવી હતી અને ગુજરાતી ફિલ્મ 'રેવા' ને બેસ્ટ ગુજરાતી ફિલ્મનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. જો કે હાલમાં કોરોના મહામારીને પગલે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ ક્યારે યોજાશે તે નક્કી નથી.
