ગુજરાતી રંગભુમીના પીઢ કલાકાર હસમુખ ભાવસારનું હ્યદય રોગના કારણે નિધન
Live TV
-
ગુજરાતી રંગભુમી અને ફિલ્મ-સીરિયલના પીઢ કલાકાર હસમુખ ભાવસારનું દુખદ અવસાન થયું છે. પ્રાપ્ત માહિતી મુજબ હસમુખભાઇ ભાવસાર પરિવાર સાથે ડાકોરના દર્શન કરવા જતા હતા. દરમ્યાન તેમને હ્યદય રોગનો હુમલો આવતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યા તેમનું સારવાર દરમ્યાન અંતિમ શ્વાસ લીધા હતા.
હસમુખ ભાવસારની કારકિર્દી પર એક નજર
પીઢ અભિનેતા હસમુખ ભાવસારની કારકિર્દી 1970-72 આસપાસ શરૂ થઈ હતી. યુથ ફેસ્ટિવલમાં હસમુખ ભાવસાર અને હર્ષદ શુક્લના નામનો ડંકો વાગતો હતો. ત્યાર બાદ તેમણે "એક મૂરખને એવી ટેવ" નાટકમાં નરભેરામની ભૂમિકા દ્વારા પ્રેક્ષકોના હૃદયમાં સ્થાન મેળવી લીધું હતું. જીતેન્દ્ર ઠક્કરના ગ્રુપમાં શરૂઆતમાં તેમણે હર્ષદ શુક્લ, અન્નપૂર્ણા શુક્લ, દીપ્તિ જોશી, હરીશ વૈદ્ય સાથે ઘણા બધા નાટકો કર્યા. ત્યાર બાદ દિનેશ શુક્લના યંગ, પ્રફુલ ભાવસાર,ચારુ બેન પટેલ, અરવિંદ વૈદ્ય જેવા અનેક નિર્માતા-દિગ્દર્શકોના સફળ નાટકોમાં સફળ ભૂમિકા ભજવી.એક ડાળના પંખી તેઓએ મોટી પ્રસિદ્ધી મેળવી
પ્રફુલ ભાવસાર સાથે "ઝરૂખો" જેવી સિરિયલોમાં તેના નામનો ડંકો વાગતો. દૂરદર્શનની "એક ડાળના પંખી" સીરીયલમાં હસમુખ ભાવસારનું નામ ઘેર ઘેર ગુંજતું થયું. ત્યાર બાદ દૂરદર્શનની "મામાનું ઘર કેટલે" માં પણ અગત્યની ભૂમિકા ભજવી હતી. ટેલિવિઝન અને ગુજરાતી ફિલ્મોમાં હસમુખ ભાવસાર નામનો ડંકો વાગતો હતો. તેમના બુલંદ અવાજના કારણે તે ગુજરાતી ફિલ્મોનો અમિતાભ ગણાતા હતા.ગુજરાતી ફિલ્મોમાં તેની શરૂઆત થઈ નામાંકિત કલાકાર અરવિંદ પંડયાનું અચાનક અવસાન થતા અડધી ફિલ્મ હસમુખ ભાવસારે કરી હતી. અરવિંદ પંડયાના અવસાન બાદ અરવિંદ પંડયા સાથે હસમુખ ભાવસારનો ચહેરો મળતો આવતો હોઇ બાકીની ભૂમિકા હસમુખ ભાવસારએ હૂબહૂ ભજવી હતી. આવો ઉમદા કલાકાર, હસમુખા મિત્ર હતા.
