ગુજરાત : વર્ષ 2019 ના વર્ષના ગુજરાતી ચલચિત્ર પુરસ્કારોની જાહેરાત
Live TV
-
ગુજરાત સરકારે વર્ષ 2019 ના ગુજરાતી ચલચિત્ર પુરસ્કારોની જાહેરાત કરી છે.
શ્રેષ્ઠ ચલચિત્રનો પુરસ્કાર હેલ્લારો ફિલ્મને
શ્રેષ્ઠ અભિનેતાનો પુરસ્કાર સિધ્ધાર્થ રાંદેરીયાને
શ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર આરોહી પટેલને મળ્યો છે.હેલ્લારો ફિલ્મમાં શ્રેષ્ઠ દિગ્દર્શન માટે શ્રેષ્ઠ દિગ્દર્શકનો પુરસ્કાર અભિષેક શાહને આપવામાં આવ્યો છે.
શ્રેષ્ઠ લોકપ્રિય ચલચિત્રનો પુરસ્કાર ચાલ જીવી લઈ ને મળ્યો છે.
દિયા ધી વન્ડર ગર્લ ચલચિત્રને શ્રેષ્ઠ બાળ ચલચિત્રનો પુરસ્કાર
જ્યારે શ્રેયાંશી બારોટને શ્રેષ્ઠ બાળ કલાકારનો પુરસ્કાર મળ્યો છે.
શ્રેષ્ઠ પાર્શ્વ ગાયકનો પુરસ્કાર આદિત્ય ગઢવીને જ્યારે શ્રેષ્ઠ પાર્શ્વગાયિકાનો પુરસ્કાર ઐશ્વર્યા મજમુદારને ફાળે ગયો છે.શ્રેષ્ઠ છબીકલાનો પુરસ્કાર હેલ્લારોના ત્રિભુવન બાબુ સીદનેનીને જ્યારે શ્રેષ્ઠ સાઉન્ડ ડિઝાઇનરનો પુરસ્કાર સુભાષ સાહુએ જીત્યો છે.
શ્રેષ્ઠ સંગીત નિર્દેશન માટેનો પુરસ્કાર હેલ્લારોના મેહુલ સુરતીને જ્યારે શ્રેષ્ઠ ગીતકારનો પુરસ્કાર સૌમ્ય જોષીને અપાયો છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતી ચલચિત્રના પુરસ્કાર વિજેતાઓને અભિનંદન આપ્યા છે.
